Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

દરેક ક્ષેત્રમાં બ્રાહ્મણોનું શું યોગદાનઃ બ્રહ્મ કર્તવ્‍ય ગોષ્‍ઠિ

આગેવાનો શિક્ષણ, રોજગાર, રાજકીય સહિતના વિષયો ઉપર ચર્ચા કરશેઃ બ્રહ્મસંગમ દ્વારા શનિવારે કાર્યક્રમ

રાજકોટઃ ભારતીય સમાજની પરિસ્‍થિતિમાં બ્રાહ્મણોનું કર્તવ્‍ય કેવી રીતે સુનિતિ કરી શકાય તેમજ બ્રહ્મ પરિવારો માટે શું વિચારી શકય તેવા અગત્‍યના વિષયો ઉપર આગામી તા.૭ના શનિવારે બ્રહ્મ કર્તવ્‍ય ગોષ્‍ઠિ આયોજન કરાયું છે.  સમાજમાં સર્વશ્રેષ્‍ઠ એવા બ્રાહ્મણો આજે દરેક ક્ષેત્રે આગળ આવ્‍યા છે. શિક્ષણ, સમાજ વ્‍યવસ્‍થા, કલા, સંસ્‍કૃતિ, રાજકિય, સેવાકિય, વ્‍યવસાયિક વિકાસ, રોજગારી વગેરે દરેક ક્ષેત્રમાં બ્રાહ્મણોએ તેમનું યોગદાન આપ્‍યું છે અને હજી પણ અવિરત આપી રહ્યા છે.

સમસ્‍ત બ્રહ્મ સમાજના પરિવારોના સર્વાંગી વિકાસ માટે દરેક સાથે મળી ભવિષ્‍યના આયોજન અને વિચારણા માટે બ્રહ્મસંગમ સંસ્‍થા દ્વારા આગામી તા.૭ને શનિવારે બ્રહ્મ કર્તવ્‍ય ગોષ્‍ઠિનું આયોજન કરાયું છે. જેમાં બ્રહ્મ સમાજના પ્રશ્નો જેવાકે શિક્ષણ, રોજગારી, વ્‍યવસાયિક, કળા- સાંસ્‍કૃતિક, રાજકિય અને સેવાકીય પ્રવૃતિ વગેરે વિવિધ અગત્‍યના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં સમગ્ર બ્રહ્મ સમાજના બંધુઓ, ભગીનીઓ અચૂક હાજર રહે તેવું નિમંત્રણ અપાયું છે. આ કાર્યક્રમ તા.૭મીના સાંજે ૭ કલાકે, નીલ એસ્‍ટ્રલ ગેટની અંદર, ગાર્ડી ગેટ પાછળ, રાજયગુરૂવાડી, યુનિવર્સિટી રોડ, રાજકોટ  આયોજનમાં સંસ્‍થાના ડો.શરદભાઈ રાજયગુરૂ, ધીરૂભાઈ મહેતા, રાજુભાઈ જોશી, બીપીનભાઈ મહેતા, ડી.આર.દવે, ભાનુભાઈ જોશી, રસિકભાઈ ભટ્ટ, શૈલેષભાઈ મહેતા, ઉમેશભાઈ જોશી, અક્ષયભાઈ ઉપાધ્‍યાય, મુકેશભાઈ શુકલ, જોડાયા છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા) 

(4:04 pm IST)