Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

જાગ્‍યા ત્‍યારથી સવાર... ૨૦૧૮ બાદના મિલ્‍કત વેરા બાકીદારો પાસેથી ઉઘરાણી કરતુ મનપા

રિકવરી સેલે ઘણું કિલયર કરતા કરદાતા વધ્‍યા : હરરાજીની ફાઇલ કમિશનર પાસે મુકી દેવાશે : વળતર યોજનામાં ૧૫૦ કરોડની આવકની આશા

રાજકોટ તા. ૪ : મનપાની મુખ્‍ય આવકનોસ્ત્રોત એવી વેરા શાખા દ્વારા ૨૦૧૮ના મિલ્‍કત વેરા બાકીદારો પાસેથી ડોર ટુ ડોર વેરો સ્‍વીકારવાનું શરૂ કરવામાં આવ્‍યું છે. જ્‍યારે હરરાજીની ફાઇલ પણ મ્‍યુનિ. કમિશનર પાસે મુકી દેવા વેરા શાખા દ્વારા લિસ્‍ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

આ અંગે મનપાની વેરા શાખાના સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં મે મહિનાથી જ ૨૦૧૮ પછીના બાકીદારોનું લિસ્‍ટ તૈયાર કરી ડોર ટુ ડોર બાકી વેરો વસુલવા શરૂ કરવામાં આવ્‍યું છે. આ ઉપરાંત ત્રણેય ઝોનમાં ૧૦-૧૦ મિલકતોનું લિસ્‍ટ તૈયાર કરી હરરાજી માટે ફાઇલ મ્‍યુનિ. કમિશનર પાસે મુકી દેવા કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે ગત નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં રિકવરી સેલ કાર્યરત કરતા જુનુ ઘણુ માંગણુ કિલયર કરતા કરદાતા વધ્‍યા છે. આ વર્ષની વેરા વળતર યોજનામાં ૧૫૦ કરોડની આવક થવાની શકયતાઓ તંત્રવાહકો દર્શાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મનપા તંત્ર દ્વારા દર વર્ષે બાકી મિલકત વેરો વસુલવા ઓગસ્‍ટ મહિના પછી સીલ, હરરાજી સહિતની કાર્યવાહી કરવામાં આવતી હતી.

(4:40 pm IST)