Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

રાજકોટમાં લોકડાઉનનો ભંગ કરનારા ૮૬ પોલીસની ઝપટે ચડ્યા

રાજકોટઃ નોવેલ કોરોના વાયરસના  ફેલાતા સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરાયુ છે. આ સમયે લોકોને તકેદારીના ભાગરૂપે જાહેર જગ્યા તથા ખાનગી સ્થળોએ એકઠા ન થવા અને ઘરની બહાર ન નિકળવા માટે પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ મામલે શહેર પોલીસ કમિશ્નરે જાહેરનામુ પણ બહાર પાડ્યુ છે. છતાં શહેરમાં સ્થિતી શું છે તે જાણવા ઘરની બહાર નિકળનારા શખ્સોને  પોલીસે પકડી લઇ તેની સામે લોકડાઉનનો ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવે છે. ગઇકાલે પોલીસે અલગ અલગ સ્થળેથી  જાહેરનામાનો ભંગ કરનારા ૮૬ શખ્સોની ધરપકડ કરી છે. જેમાં એ ડીવીઝન પોલીસે ત્રણ , બી ડીવીઝન પોલીસે દસ, થોરાળા પોલીસે આઠ, ભકિતનગર પોલીસે આઠ, કુવાડવા રોડ પોલીસે અગીયાર, આજીડેમ પોલીસે દસ, માલવીયાનગર પોલીસે આઠ, પ્ર.નગર પોલીસે બાર, ગાંધીગ્રામ  પોલીસે બે, તાલુકા પોલીસે પાંચ અને યુનિવર્સિટી પોલીસે નવ શખ્સોને ઝડપી લીધા હતા.

(1:47 pm IST)