Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

વુમન્સ - ડે : મેનોપોઝ - ડિપ્રેશન

આજે સ્ત્રીઓ માત્ર ઘર નથી ચલાવતીએ બહારની દુનિયામાં પણ એટલું જ કાર્ય નિષ્ઠાથી કરે છે. એટલે કે એ આર્થિક અને સાંસારીક બંને જવાબદારી નીભાવે છે.

પરંતુ આ બધી જવાબદારી નીભાવવામાં એ એક મહત્વનું પાસુ ભૂલી જાય છે. અને એ છે તે પોતે જ અને પોતાનું જ સ્વાસ્થ્ય. હા એ ચોકકસ સત્ય છે કે દસ વ્યકિતના પરીવારનું ધ્યાન રાખનાર સ્ત્રીએ પોતાનું સ્વાસ્થ્ય અને પોતાની કાળજી બાબત હંમેશા બેદરકારી રહી છે. આ માટે એમણે પોતાની કાળજી રાખવી જ જોઈએ કેમ કે એ એક બાબત ભૂલી જાય છે કે એ પોતે બિમાર પડશે ત્યારે પૂરા પરીવારની નીવ ડગી જશે.

આજે સ્ત્રોઓ ૪૦ વર્ષની થાયએ પછી મેનોપોઝ શારીરીક પીડા જેવી કે કમરદર્દ , સાયટીકા, ઘૂંટણદર્દ વગેરે જેવી સમસ્યાથી ઘેરાઈ જાય છે. બાળકો મોટા થઈ ગયા હોય, પતિ પોતાના કામ ધંધામાં વ્યસ્થત થઈ જાય છે. અને પોતાની તબિયત પહેલેથી જ ધ્યાન ન રાખ્યુ હોવાથી એ કોઈ પણ બિમારી કે પીડાનો શિકાર બની જાય છે. આ સિવાય મેનોપોઝના કારણે શારીરીક સુંદરતા પણ ઓછી થતી હોય તેવ લાગે છે. તેથીએ પોતાની જાતને એકલી અનુભવવા લાગે છે. આ એકલતા એમને ડિપ્રેશન તરફ ધકેલતી જાય છે અને પોતાના પ્રત્યે તે વધારે અને વધારે નિરસ થતી જાય છે. આ ડિપ્રેશનમાંથી બહાર માંથી બહાર આવવા માટે એમને કુટુંબ પરીવાર, પતિ વિગેરેનો પ્રેમ ખૂબ જ આવશ્યક છે. આ સાથે સ્ત્રીઓ માનસીક શાંતિઅને એકાગ્રતા માટે મેડીટેશન, યોગ, પ્રાણાયામ જેવી પ્રવૃતિમાં જોડાય તો ચોકકસ આફટર ૪૦ તેઓ પોતાની હેલ્થને સાચવી શકે છે.

યોગાસનો જોઈએ તો - ધનુરાસન, માર્જરી આસન,પવનમુકતાસન, સર્વાગાસન, સુખાસન જેવા આસનો મેનોપોઝમાં ફાયદાકારક નીવડે છે. આ સિવાય સુયનમસ્કાર અને બેઝીક યોગાસનોનો અભ્યાસ ડેયલી લાઈફમાં કરવો જોઈએ.

પાણાયામમાં - કપાલભાતી, અનૂલોમવિલોમ, ભ્રામરી પ્રાણાયામ પણ રોજ કરવા જેથી મન શાંત રહે અને શરીરી સ્વસ્થ રહે. આ ઉપરાત મેડીટેશન - ધ્યાન પણખુબ જ ઉપયોગી થાય છે. મેનોપોઝ કાળમાં ડિ-ેશન અને એકલતામાંથી બહાર આવવા માટે તે વિવિધ યોગ સિવાય શારીરીક પ્રવૃતિમાં જોડાય શકે છે જેમ કે વોકિંગ, સ્વીમીંગ, ડાન્સીંગ કે જેમા એમનુ મન અને શરીર બંને આનંદની અનુભૂતી કરી શકે આવી પ્રવૃતિ ગૃપમાં કરાવવામાં આવશે તો એમને એકલતાનો પણ અનુભવ નહી થાય અને એ આ મેનોપોઝ કાળને આસાનીથી પાર કરી શકશે.

આ સાથે થોડી ખાનપાનમાં પણ પરેજી રાખવી ચોકકસ જરૂરી છે. કેમ કે આરોગ્યનું આધારબિદુ પેટ છે. જીભ જે માંગે છે. એ ખોરાકન લેતા પેટ જે માંગે છે એ આપવું ખૂબ જ જરૂરી છે. આફટર ૪૦ ભોજનને સાત્વીક અને ટેસ્ટી બન્ને કેમ બેલેન્સ થાય એ રીતની ભોજનશૈલી અપનાવવની જોઈએ. બહેનોનું રસોડુએ આરોગ્યની આધારશીલા છે, અને આજ રસોડુ રોગની જન્મદાત્રી પણ છે.

રોગી રહેવું કે નીરોગી, આનંદમાં રહેવુ કે તાણ અને ટેન્સનમાં એ બધુ જ આપણા હાથની વાત છે. ભાગ્યની નહિં. જો સ્ત્રી ઈચ્છે તો પોતે અને પૂરો સમાજ સ્વાસ્થ્ય રહે છે. HAPPY WOMEN’S DAY.

અલ્પા શેઠ

(યોગ નિષ્ણાંત) - મો.૯૪૨૮૪ ૬૩૫૦૫

(4:29 pm IST)
  • કોંગ્રેસના સ્ટાર પ્રચારકની ભૂમિકામાં આવી પ્રિયંકા : દાદી ઈન્દિરા ગાંધી લોકો સાથે હળીમળી જવામાં માહિર : અસમથી પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણી પ્રચારની શરૂઆત કરી : અન્ય રાજ્યોમાં તેમનો કાર્યક્રમ પણ ઘડાઈ છે : કોંગ્રેસના નબળા સમયે અને સતત પાર્ટીના ધોવાણ થતા સાથે કાર્યકરોની પણ નારાજગી વખતે પણ પ્રિયંકામાં જોમ જુસ્સો યથાવત :મુશ્કેલીના સમયે પાર્ટીની ઢાલ બની ઉંભરતી પ્રિયંકાની ખાસિયતમાં દેખાય છે ઇન્દિરા ગાંધીજીની ઝલક access_time 12:32 am IST

  • રાજ્ય ની 6 મહાપલિકા ના પદાધિકારી ઓં ના નામ નક્કી કરવા સોમ વારે ભાજપ ની પાર્લામેમેન્ટ્રી બેઠક ગાંધીનગર મુખ્યમંત્રી વિજય ભાઈ ના નિવાસ સ્થાને આં બેઠક યોજાશે. જેમાં મેયર. ડૅ. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક નેતા, અને દંડક ના નામો નક્કી થશે. access_time 9:23 am IST

  • હાર્દિકને ગુજરાત બહાર જવાની છુટ : કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની અરજી ઉપર હાઈકોર્ટે તેને ગુજરાત રાજય બહાર જવાની મંજુરી આપી છેઃ રાજકીય કામકાજ અંગે રાજયની બહાર જવાની પરવાનગી આપવામાં આવી હતી access_time 4:40 pm IST