Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

મહિલા દિવસ નિમિતે વી કેન ગ્રુપ દ્વારા સંઘર્ષશીલ ૨૧ મહિલાઓનું સન્માન કરાશે : મ્યુઝીકલ શો નું પણ આયોજન

રાજકોટ તા. ૫ : વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વી કેન ગ્રુપ દ્વારા સામાન્ય પરિવારમાંથી સંઘર્ષ કરીને સફળતાના સોપાનો સર કરનાર ૨૧ બહેનોનું અદકેરૂ સન્માન કરવા આયોજન કરાયુ છે. જેમાં ઘરકામ કરતા બહેનો, સફાઇ કર્મચારી બહેનો, પેટ્રોલ પંપ પર કામ કરતા બહેનો, હોસ્પીટલ કે આશ્રમમાં કામ કરતા બહેનો, શાકભાજી વહેચતા બહેનો, ઓટોરીક્ષા ચલાવતા બહેનો, સામાજીક કાર્યકતા બહેનોની કેટેગરીઓ રાખવામાં આવી છે. કોરોના પછી યોજાય રહેલ 'બમ્પર હાઉસી' નો આ કાર્યક્રમ ઇનામો અને ગીફટની વણઝાર લાવ્યો છે. ઘરઘંટી, મીકસર, ઇસ્ત્રી સહીતના ઇનામો પણ રાખવામાં આવ્યા છે. બમ્પર હાઉસી સાથે મ્યુઝીકલ શો પણ રાખેલ છે. જેમાં જુનિયર અમિતાભ ફીરોઝ ધંધુકીયા સૌને મનોરંજન કરાવશે. અમદાવાદના કલાકાર ડો. મનીષભાઇ શાહ (વર્લ્ડ રેકોર્ડ વિનર), દિવ્યાબેન બુધ્ધદેવ, અલ્કાબેન સંઘવી સાથે એન્કરીંગમાં રશ્મીબેન માણેક સહયોગ આપશે. ભાગ લેવા માટે ફોર્મ તથા વધુ માહીતી માટે (૧) માનવબાગ હેલ્થકેર કિલનિક, બરસાના-૧, શોપ નં.૩, લક્ષ્મીનગર મેઇન રોડ, (ર) રાધે મોબાઇલ,  આરએમસી કોમ્પલેક્ષ, ગુરૂપ્રસાદ ચોક, દોશી હોસ્પિટલ પાસે, (૩) વી કેન પ્રિ-સ્કુલ, ૧૬૦ શિવધામ સોસાયટી, તોરલ પાર્કની સામે, યુનિ.રોડ, (૪) બાલભવન, રેસકોર્ષ, (૫) લાલા સુપર માર્કેટ, કોટેચા ચોક, કાલાવડ રોડ ખાતે રૂબરૂ અથવા મો.૭૩૮૩૮૨ ૨૫૦૫૦, મો.૮૪૦૧૮ ૯૭૬૦૬, મો.૭૪૩૩૯ ૨૭૬૦૬ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. ભાગ લેનાર માટે અઢળક ઇનામો જીતવાની તક ઉપલબ્ધ કરાવાઇ છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા ડો. પીના કોટક, ડો. તૃપ્તિ કોટકરામ, અશોકભાઇ હિંડોચા, રાધિકાબેન વિઠલાણી, આશાબેન સંઘવી, જીતાબેન દતાણી, શિવાની કોટકના માર્ગદર્શન હેઠળ વી-કેનની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

(4:00 pm IST)
  • કેનેડાને મળી મેડ ઇન ઇન્ડિયા કોરોના રસી:વિદેશ પ્રધાને ટ્વિટ કર્યું: ભારતે કોવિડ -19 સામેની લડતમાં સહયોગ આપતા ભારત દ્વારા નિર્મિત કોરોના રસી કેનેડા અને લેસોથોને મોકલી : વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વિટ કર્યું હતું કે, 'ભારત-નિર્મિત રસી કેનેડામાં પહોંચી છે.' અન્ય એક ટ્વિટમાં વિદેશ પ્રધાને કહ્યું કે લેસોથોને પણ ભારત દ્વારા બનાવવામાં આવેલી રસી મળી access_time 12:21 am IST

  • સિડનીમાં શીખો પર હુમલો :કૃષિ કાયદાના વિવાદ કારણભૂત : ભારતના કૃષિ કાયદાને લઈને ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય વચ્ચે મતભેદો વધ્યા :સિડનીના કેટલાક લોકોએ બેસબોલ અને ધોકાથી હુમલો કર્યો : સિડનીના હેરિસ પાર્કમાં અજાણ્યા લોકોના જૂથે બેઝબોલ બેટ, લાકડીઓ અને ધણ સાથે વાહન પર હુમલો કર્યો હતો access_time 12:57 am IST

  • વૃધ્ધ દંપતિની હત્યા : અમદાવાદમાં ડબલ મર્ડરનો સનસનીખેજ કિસ્સો સોલા વિસ્તારમાં વૃદ્ધ દંપત્તિની કરાઇ હત્યા ગળાનાં ભાગે તીક્ષ્ણ હથિયારનાં ઘા મારી હત્યા ચોરી કે લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાની આશંકા પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ access_time 2:33 pm IST