Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

રાજકોટમાં સાંજે વાદળછાયા વાતાવરણ બાદ વરસાદના છાંટા પડ્યા : અનેક જગ્યાએ એકધારો હળવો વરસાદ વરસ્યો : રસ્તાઓ ભીના થયા

સતત ધીમીધારે હળવા વરસાદથી વાતાવરણમાં શીતળતા પ્રસરી

રાજકોટ : રાજકોટ શહેરમાં આજે આખો દિવસ વાતાવરણ ચોખ્ખું રહ્યાં બાદ સાંજે આકાશમાં વાદળો છવાયા હતા, માવઠાની શકયતા વચ્ચે સાંજે 7 વાગ્યા પછી વરસાદના છાંટા પડ્યા હતા શહેરના અનેક જગ્યાએ હળવો વરસાદ વરસ્યાના અહેવાલ મળે છે દરમિયાન એકધારો અનેક વિસ્તારમાં હળવો વરસાદ વરસતા માર્ગો ભીના થયા છે રાત્રે 10 વાગ્યે આ લખાઈ છે ત્યારે શહેરમાં વાતાવરણ ઠંડુગાર બન્યું છે, ઠંડી વધે તેવી શકયતા જોવાઈ રહી છે

(10:08 pm IST)