Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

શુક્રવારે ગુરુકુળ હેડ વર્કસ હેઠળના વિસ્તારોમાં ગોંડલ રોડના વોર્ડ નં. ૧૩ (પાર્ટ) અને શનિવારે ઢેબર રોડના (વોર્ડ નં.૦૭ પાર્ટ, ૧૪ પાર્ટ, ૧૭ પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે

ભાદર ડેમની નજીક નવાગામ લિલાખા ગામની વચ્ચે ૯૦૦ એમ. એમ.ની મેઇન લાઇન લિકેજની કામગીરી સબબ પાણી વિતરણ કામગીરી બંધ

રાજકોટ :  ભાદર ડેમની નજીક નવાગામ લિલાખા ગામની વચ્ચે ૯૦૦ એમ. એમ.ની મેઇન લાઇન લિકેજની કામગીરી સબબ તા.૦૭-૦૧-૨૦૨૨, શુક્રવારના રોજ ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં ગોંડલ રોડના વોર્ડ નં. ૧૩ (પાર્ટ) અને તા.૦૮-૦૧-૨૦૨૨, શનિવાર ના રોજ ઢેબર રોડના (વોર્ડ નં.૦૭ પાર્ટ, ૧૪ પાર્ટ, ૧૭ પાર્ટ),માં પાણી વિતરણ બંધ રહેશે,

ક્રમ હેડવર્કસનું નામ વોર્ડ નં. મુખ્ય વિસ્તાર૧ ગુરૂકુળ ગોંડલ રોડ તરફ (પાણી વિતરણ તા. ૦૭-૦૧-૨૦૨૨ બંધ રહેશે) ૧૩ નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુપ્રસાદ સોસાયટી, કૈલાસનગર, પંચશીલ સોસાયટી, હરિદ્વાર સોસાયટી, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા, ગુણવતીનગર, જે.કી.પાઠક પાર્ક, શિવનગર, રામનગર, લોધેશ્વર સોસાયટી, માલવિયા નગર, અંબાજી કડવા પ્લોટ, સ્વાશ્રય સોસાયટી, વેધવાડી, જૂની પપૈયાવાડી, નવી પાપૈયા વાડી, ટપુભવાન પ્લોટ.
૧ ગુરૂકુળ ઢેબર રોડ તરફ (પાણી વિતરણ તા. ૦૮-૦૧-૨૦૨૨ બંધ રહેશે) ૭ ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા વિગેરે.
૧૪ વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક.
૧૭ નારાયણ નગર ભાગ-૧,૨, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-૧,૨,૩, હસનવાડી ભાગ-૧,૨, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર ૧,૨, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ.માં પાણી વિતરણ બંધ રહેશે

(8:51 pm IST)