-
દયાબેન, મહેતા સાહેબ બાદ ટપ્પુએ પણ શો છોડયો access_time 10:35 am IST
-
બ્રિટનમાં એક મહિલાએ પોતાના પતિને ભાડા પર આપવાની અનોખી સર્વિસ શરૂ કરી access_time 10:52 am IST
-
ટેક્સાસમાં એક ટ્રકમાંથી ૪૬ પ્રવાસીઓના મૃતદેહ મળ્યા access_time 11:08 am IST
-
એકનાથ શિંદે જૂથના દરેક બળવાખોરને ૫૦ કરોડની ઓફર access_time 10:38 am IST
-
અદનાન સામીએ બનાવ્યા ૬ પેક્સ એબ્સ : તસવીર જોઇ ચાહકો પણ દંગ access_time 9:44 am IST
-
જાણો ટોપ ટીવી-શોની યાદીમાં તમારા ફેવરિટ શોનું સ્થાન access_time 4:00 pm IST
ત્રિલોકનાથ મહાદેવ મંદિરે કાલથી શ્રીમદ્દ ભાગવત કથાનો પ્રારંભઃ શાસ્ત્રી શંકર મહારાજ કથાનું રસપાન કરાવશે
મંગલમૂર્તિ ધામ ગૌશાળાના લાભાર્થે

રાજકોટ,તા.૫: સુપ્રસિદ્ધ કથાકાર પ.પૂ.શાસ્ત્રી શંકરમહારાજ જોષી દ્વારા શ્રી કષ્ટભંજનદેવ ચે.ટ્રસ્ટ (રજી.નં ઇ ૪૭૬૯) સંચાલિત નિર્માણ થઇ રહેલ શ્રી મંગલમૂર્તિ ધામ ગૌ શાળા ,શ્રી કષ્ટભંજનદેવ મંદિર,શ્રી રામ જલારામ અન્નક્ષેત્ર,નિઃ શુલ્ક આયુર્વેદીક હોસ્પિટલ-અમરગઢ ભિચરી,ખેરડીરોડ નાં લાભાર્થે શ્રી ત્રિલોકનાથ મહિલા મંડળ અને આજુબાજુનાં સહુ લતા વાસીઓ દ્વારા તા.૬ જાન્યુ. થી તા.૧૨ જાન્યુ. દરમ્યાન શ્રી મદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે.
આંતરરાષ્ટ્રીય કથાકાર ગૌ ભકત પ.પૂ.શાસ્ત્રી શંકરમહારાજ જોષી તેઓએ નાની ઉંમરમાં ૧૯૭૯ માં પ્રથમ ભાગવત જસદણ મુકામે પ્રારંભ કરી અત્યાર સુધીમાં દેશ વિદેશ માં ૫૮૨ કથા સત્સંગ પુર્ણ કરી ૫૮૩ મી કથાનું રસપાન કરાવશે, સંગીત સંચાલન તેમનાં દિકરા મોહિતભાઇ જોષી તેમનો સાથે -સહગાયકઃ જીતુભાઇ પંડયા,મહેશભાઈ, શૈલેષભાઇ વગેરે સંગીત પિરસશે.
૧૯૯૨થી સેવા પ્રવૃતિ કરી રહેલ શ્રી કષ્ટભંજનદેવ ચે.ટ્રસ્ટ સેવા સંસ્થા દ્વારા ૪ ગૌ શાળા નિર્માણ થયેલ છે જે કાર્યરત છે. ઉપરાંત કોરોના કાળમાં ભોજન ટીફીન, વર્ષમાં એક સમુહ લગ્ન, તીર્થોમાં કથા સત્સંગ,ટ્રાય સિકલ વિતરણ જેવી અનેક સેવા થઈ રહી છે. ભાવિકોને કથામૃતનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
કથા સ્થળઃ ત્રિલોકનાથ મહાદેવ મંદિર,ગઢીયાનગર-૧ ,પોપટવાલા વાળી શેરી,સંત કબીર રોડ, રાજકોટ .
પાટલો નોંધાવવા માટે મો.૯૮૨૪૮ ૧૧૯૧૩ ,મોહિતભાઇ જોષી મો.૯૨૭૯૨ ૯૯૨૯૨નો સંપર્ક કરવો.(૩૦.૧૩)
પુરૃષાર્થ યુવક મંડળ દ્વારા રકતદાન કેમ્પ ઃ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ (બેડીપરા ઝોન) ના સહયોગથી પુરૃષાર્થ યુવક મંડળ દ્વારા તાજેતરમાં રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. કર્ણાટકના પૂવ રાજયપાલ વજુભાઇ વાળા, સાંસદો સર્વશ્રી મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, રાજયના મંત્રી અરવિંદભાઇ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુ. કમિશ્નર અમિત અરોરા, શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમ પુજારા, અશોક લુણાગરીયા, જીલ્લા શિક્ષણ અધિકારી શ્રી કેલા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઇ પંડિત, પૂર્વ ચેરમેન કિરીટભાઇ પાઠક, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ વી. ડી. મહેતા, ડો. ડી. કે. વાડોદરીયા, પુષ્કરભાઇ રાવલ, દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી મુકેશભાઇ દોશી, કોર્પોરેટરો અને સર્વ સમાજના અગ્રણીઓ, શિક્ષણ સમિતિના સદસ્યો ભાજપના આગેવાનોએ ઉપસ્થિત રહી રકતદાતાઓનો જુસ્સો વધાર્યો હતો. આ કેમ્પ સ્વ. બેચરભા પાંચાભા પરમાર, સ્વ. ગાંગજીભાઇ નંદા (ભાનુશાળી), સ્વ. બાબુભાઇ રૈયાભાઇ સોલંકી, સ્વ. ગીરધારીભાઇ શામજીભાઇ ગોહેલ, સ્વ. જેન્તીભાઇ હંસરાજભાઇ રૃપાપરા, સ્વ. ગોકળભાઇ સોમાભાઇ સીતાપરાની સ્મૃતિમાં યોજવામાં આવ્યો હતો. સમગ્ર રકતદાન કેમ્પની સફળતા માટે પુરૃષાર્થ યુવક મંડળના પ્રમુખ અને શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ તથા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ (બેડીપરા ઝોન) ના પરીમલભાઇ પરડવાના માર્ગદર્શન હેઠળ બન્ને સંસ્થાના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.