Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

પ્રોટોકોલ મામલતદાર ઝાલાને કોરોના

મુખ્‍યમંત્રીના કાર્યક્રમમાં ખાસ હાજર હતાઃ રસીના બંને ડોઝ લીધા છેઃ હાલ હોમ આઇસોલેશન : કલેકટર કચેરીમાં સ્‍ટાફને કામગીરી સમયે ફરજીયાત માસ્‍ક પહેરવાના આદેશો...

રાજકોટ તા. પઃ રાજકોટમાં કોરોનાના ધડાધડ કેસો વધી રહ્યા છે, ફરી વખત કલેકટર કચેરી ઝપટે ચડી છે, કલેકટરના પ્રોટોકોલ મામલતદાર આઇ.જી. ઝાલાને ગઇકાલે સાંજે કોરોના પોઝીટીવ જાહેર થતા તેઓ હોમ આઇસોલેશન થઇ ગયા છે.
મામલતદાર ઝાલાએ વેકસીનના બંને ડોઝ લીધા છે, આની પહેલા પણ તેઓને કોરોના થયો હતો, આ બીજી વખત વળગ્‍યો છે.
અત્રે ઉમેરવું જરૂરી કે મામલતદાર ઝાલા પ્રોટોકોલમાં હોય રાજકોટમાં યોજાયેલ મુખ્‍યમંત્રીના કાર્યક્રમમાં સતત હાજર રહ્યા હતા, તેઓ કલેકટર સાથે પણ સતત હોય છે, સ્‍ટાફમાં ચિંતાનું મોજું ફરી વળ્‍યું છે.

 

(3:07 pm IST)