Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

મ્યુનિ. કોર્પો.ના એન્જીનીયર પરેશ જોષીના આપઘાત કેસમાં કડક કાર્યવાહી કરવા સાંસદ રામભાઇની રજુઆત

રાજય સભાના સાંસદ દ્વારા મૃતક પરિવારને ન્યાય મળે તે માટે આરોપીઓને કડક સજા કરવા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજુઆત

રાજકોટ,તા. પ : રાજ્યસભાના ભાજપના સાંસદ શ્રી રામભાઈ મોકરીયાએ એક અખબારી  યાદીમાં જણાવ્યું છે કે તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા ના એન્જિનિયર શ્રી પરેશભાઈ ચંદ્રકાંત ભાઈ જોષી એ કોન્ટ્રાકટર અને અધિકારીઓ ના માનસીક ત્રાસ અને હેરાનગતિના કારણે ન્યારી ડેમમાં કૂદીને આત્મહત્યા કરેલ છે.

 સ્વ. પરેશભાઇ જોષીના પરિવારજનોને ન્યાય મળે તે માટે રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટ સમસ્ત બ્રહ્મસમાજ ના  અગ્રણીઓ પ્રમુખશ્રીદર્શિતભાઈજાની; જનાર્દન ભાઈ આચાર્ય; કિરીટ પાઠક તથા અતુલભાઈ વ્યાસ સાથે સ્વ. પરેશભાઇ જોશી ના નિવાસે  તેમના પરીવારજનો ને આશ્વાસન અને સાંત્વના આપવા તેમજ આ બનાવના સંદર્ભમાં જાણકારી પ્રાપ્ત કરવા  ગયેલ હતા. સ્વ. જોષી ના કુટુંબીજનો એ છેલ્લા ઘણા સમયથી કામનું ભારણ; માનસીક ત્રાસ;હેરાનગતિ તેમજ મહાનગરપાલિકા ના સિનિયર અધિકારીઓ અને કોન્ટ્રાકટર ની યુતિના કારણે તાબાના જુનિયર એન્જિનિયર અને કર્મચારીઓ ને  માનસીક ત્રાસ અને યાતનાઓ ભોગવવી પડે છે. તેમજ  મહાનગરપાલિકા માં પણ ચોક્કસ એન્જીનીયર અને કોન્ટ્રાકટર પોતાની વગના આધારે જુનિયર અધિકારી ઓ /કર્મચારીઓ ને યેનકેન પ્રકારે ચોક્કસ પ્રકારના ખોટા કામ સોંપે છે અને એટલુંજ નહીં ટેન્ડર ની શરતો પ્રમાણે કામગીરી કરેલ ન હોય તો પણ  ઉપલા અધિકારી ઓ  કોન્ટ્રાકટર ની જ તરફેણ કરતા હોય છે. અને આ પ્રકાર ની સિન્ડિકેટ ના કારણે પ્રામાણિક નિષ્ઠાપૂર્વક કામ કરવાવાળા કર્મચારીને મુશ્કેલીઓ પડે છે. અને તેના કારણે જ રાજકોટ મહાનગરપાલિકા માં છેલ્લા થોડા સમયમાં ઘણા અધિકારીઓ અને એન્જીનીયર સ્વૈચ્છિક નિવૃતિ અથવા રાજીનામુ આપી ગયાના ઘણા ઉદાહરણો છે.

સ્વ. પરેશભાઈ જોષી ના કિસ્સામાં મેં રાજકોટના પોલીસ અધિકારીઓ અને મહાનગરપાલિકા ના અધિકારી ઓ સમક્ષ રજૂઆત કરેલી છે અને આ  બનાવમાં સંડોવાયેલા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજુઆત કરેલી છે.

સ્વ  પરેશભાઇ જોષી ના કિસ્સામાં મહાનગરપાલિકા ના જે કોઈ અધિકારીઓ અને એન્જીનીયર સંડોવાયેલા હોય તેની સામે  કાયદેસર ની કાર્યવાહી કરવા મેં રજુઆત કરેલ છે. અને ભવિષ્યમાં આવા બનાવ ન બને રાજકોટ મહાનગરપાલિકા ના એન્જીનીયર નીડરતાપૂર્વક પોતાની ફરજ બજાવી શકે તે માટે મ્યુનિસિપલ કમિશનર શ્રી પોતે જ  આ બાબતે સમીક્ષા કરે તે પણ જરૂરી છે.

રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયા દ્વારા મૃતક પરિવારને ન્યાય મળે તે માટે આરોપીઓને કડક સજા કરવા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજુઆત કરાઇ હતી.

(3:18 pm IST)