Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

રાજકોટ જીલ્લા બેંકના વહીવટથી ઇભકો, કૃભકો, નાફેડવાળા પ્રસન્ન

કૃભકોના ચેરમેન ડો.ચંદ્રપાલસિંઘ યાદવ ટીમ સાથે રાજકોટ જીલ્લા બેંકના મુખ્ય મથકે આવતા ચેરમેન જયેશ રાદડીયા અને વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયાએ સ્વાગત કરેલ તે પ્રસંગની તસ્વીર. (૪.૧૨)

રાજકોટ, તા., ૪: શ્રી રાજકોટ ડીસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંક લી.ના જનરલ મેનેજરશ્રી  વી.એમ.સખીયાના જણાવ્યા મુજબ પુર્વ કેબીનેટ મંત્રી અને આ બેંકના ચેરમેન શ્રી જયેશભાઇ રાદડીયા, વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, મેનેજીંગ ડીકેરટર ઘનશ્યામભાઇ ખાટરીયા તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના કુશળ વહીવટથી શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે. નાબાર્ડે આ બેંકને પાયોનીયર બેંક તરીકે બિરદાવેલ છે બે દિવસ પહેલા ન્યુ દિલ્હીના ચેરમેન તથા તાજેતરમાં ઇન્ટરનેશનલ કો.ઓપરેટીવ અલાયન્સ એશીયા પેસીફીકમાં પ્રેસીડેન્ટ તરીકે ચુંટાયેલ ડો.ચંદ્રપાલસિંહ યાદવ, ઇફકો ન્યુ દિલ્હીના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણી, નાફેડ ન્યુ દિલ્હીના ચેરમેન શ્રી ડો.બિજેન્દ્રસિંઘ, વાઇસ કૃભકો તેમજ નાફેડનું બોર્ડ ઓફ ડીરેકટર્સ બેંકની મુલાકાતે આવેલ હતું.

શ્રી જયેશ રાદડીયાએ રાજકોટ અને મોરબી જીલ્લામાં આ બેંક મારફત કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓની જાણકારી આપતા જણાવેલ કે શ્રી રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓપ. બેંક સાથે જોડાયેલ ધિરાણ લેતા સભાસદોની બેંક તરફથી રૂ. ૧૦.૦૦ લાખની અકસ્માત વિમા પોલીસી લેવામાં આવે છે. તેમજ ખેડુતોને ગંભીર રોગમાં લીધેલ સારવાર સામે બેંક તરફથી રૂ.૧ર,૦૦૦ ની સહાય તેમજ રાહત દરે લોન આપવામાં આવે છે.

આ બેંકને નાબાર્ડ તરફથી પાંચ વખત એવોર્ડ, નાફસ્કોબ તરફથી બે વખત એવોર્ડ તથા બેંકો-મુંબઇ તથા બેકીંગ ફ્રન્ટીયર તરફથી પણ એવોર્ડ મળેલ છે. પ્રતિનિધિ મંડળે પ્રસન્નતા વ્યકત કરી હતી.

(11:48 am IST)