Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

રાજકોટમાં કાલે કોંગ્રેસના ધરણાં

રાજકોટ:  સરકારી સિવિલ હોસ્પિટલમાં બાળકોના થયેલ મૃત્યુ અનુસંધાને આવતીકાલે સવારે 9:30 કલાકે સિવિલ હોસ્પિટલ ચોક  રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ અમિતભાઈ ચાવડાની આગેવાનીમાં હોસ્પિટલ ચોક ખાતે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે . આ ધરણાના કાર્યક્રમમાં રાજકીય આગેવાનો ,કોર્પોરેટરો , કાર્યકર્તા તેમજ વિવિધ સેલના અગ્રણીઓને ઉપસ્થિત રહવા પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતુ.

(9:15 pm IST)