Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

રાજકોટના વૃધ્ધા મીનાબેન કામાણીને છેતરી ચેકોમાં સહીઓ કરાવી તેમજ આરટીજીએસથી ટ્રાન્સફર કરી રૂ. ૩૪.૨૦ લાખની છેતરપીંડી

યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટઃ યુનિવર્સિટી રોડ પર રવિ પાર્કની બાજુમાં રોટ્સ એવન્યુ-ઇ-૨૦૨માં રહેતાં મીનાબેન જગદીશભાઇ કામાણી (ઉ.વ.૬૫) સાથે રૂ. ૩૪,૨૦,૦૦૦ની છેતરપીંડી થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

યુનિવર્સિટી પોલીસે આ બારામાં રિતેશ માવાણી, બિજ પોઇન્ટ માર્કેટીંગના પંકિતા મહેતા અને કાફે હેઝ ટેગ સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૨૦-બી મુજબ ગુનો નોંધ્યો છે. છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં આ બધાએ કાવતરૂ રચી મીનાબેનને વિશ્વાસમાં લઇ બેંક એકાઉન્ટના અલગ-અલગ ચેકોમાં સહીઓ કરાવી લઇ રૂ. ૨૯,૨૦,૦૦૦ ઉપાડી લઇ રિતેશે બીજા આરોપીઓના એકાઉન્ટમાંજમા કરાવી લીધા હતાં. તેમજ રૂ. ૫ લાખ આરટીજીએસથી ટ્રાન્સફર કરાવી લઇ કુલરૂ. ૩૪,૨૦,૦૦૦ની ઠગાઇ કરી હોવાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે. પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ એમ. વી. રબારી અને સ્ટાફે તપાસ શરૂ કરી છે.

 

(12:02 pm IST)