Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

સાધુ વાસવાણી રોડ પર પુત્રવધૂના ટુવ્હીલરમાં પાછળ બેઠેલા હડીયાણાના પટેલ વૃધ્ધા કમળાબેન કાનાણીના ગળામાંથી રૂ. ૧.૨૦ લાખની સોનાની માળાની ઝોંટ

રાજકોટઃ ચિલઝડપના એક બનાવમાં સાધુ વાસવાણી રોડ પર અજંતા પાર્ક-૧ના ખુણા પાસે રામરાજ વિલા નામના મકાન નજીક મુળ જામનગરના જોડીયા તાબેના હડીયાણા ગામના કમળાબેન કિશનભાઇ કાનાણી (પટેલ) (ઉ.વ.૬૦)ના ગળામાંથી બાઇક ચાલક રૂ. ૧,૨૦,૦૦૦ની કિંમતની સોનાના પારાવાળી માળા ખેંચીને ભાગી જતાં યુનિવર્સિટી પોલીસ મથકના એએઅસાઇ ડી.વી. બાલાસરાએ ગુનો નોંધ્યો છે.

કમળાબેન રાજકોટ આલાપ ગ્રીન સીટી પાછળ રહેતાં પુત્ર પ્રવિણભાઇના ઘરે આટો દેવા આવ્યા હતાં. ત્યાંથી પુત્રવધૂ નયનાબેનના ટુવ્હીલરમાં બેસી ભત્રીજી નિધીબેનના ઘરે સાધુ વાસવાણી રોડ પર ગયા હતાં. ત્યાંથી પરત આવતી વખતે એક બાઇક ચાલક ચિલઝડપ કરી ગયો હતો. ૯/૧૨/૧૯ના રોજ બનેલી આ ઘટનામાં હવે ગુનો નોંધાયો છે. પોલીસને આરોપીની કડી મળ્યાની શકયતા છે.

(12:02 pm IST)