Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

પ્ર.નગર પોલીસે ભીસ્તીવાડ રોડ પરથી કારમાં ૭૨ બોટલ દારૂ સાથે જુનાગઢના વિવેક પરમારને પકડ્યો

રાજકોટઃ ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના હેઠળ પ્ર.નગર પી.આઇ. એમ. સી. વાળા, પીએસઆઇ બી. વી. બોરીસાગર, હેડકોન્સ. અશોકભાઇ કલાલ, અરવિંદભાઇ મકવાણા, જનકભાઇ કુગશીયા, કોન્સ. ધર્મરાજસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ પરમાર, ધમભા ઝાલા, શકિતસિંહ ગોહિલ, અશોક હુંબલ સહિતે કોલસાવાડી સર્કલથી ભીસ્તીવાડ જતાં રોડ પર અરવિંદભાઇ, યુવરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ અને શકિતસિંહની બાતમી પરથી વોચ રાખી જીજે૧૧બીએચ-૭૯૫૪ નંબરની ઇકો કાર આંતરી તપાસ કરતાં અંદરથી રૂ. ૨૮૮૦૦નો ૭૨ બોટલ દારૂ મળતાં કાર ચાલક વિવેક પ્રફુલભાઇ પરમાર (કોળી) (ઉ.૨૬-રહે. જુનાગઢ, રેલ્વે સ્ટેશન રોડ, અશોક બેકરી પાસેના ડેલામાં)ને પકડી લઇ કુલ રૂ. ૧,૭૮,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(12:00 pm IST)