Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

દિપ્તીનગર રોડ પર શાળા પાસે ઉભા રહી ચાળા કરતાં આફરીદ, હાર્દિક, ભાર્ગવને ભકિતનગર પોલીસની દૂર્ગા શકિત ટીમે કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટઃ ભકિતનગર પોલીસ મથકથી દૂર્ગા શકિત ટીમે દિપ્તીનગર મેઇન રોડ પર હરિ ઓમ સ્કૂલની બહાર ઉભા રહી ખરાબ ઇશારા કરી બિભત્સ શબ્દો બોલી રહેલા આફરીદ ફિરોઝભાઇ સૈયદ (ઉ.૧૯-રહે. હુડકો કવાર્ટર-૧૨૯), હાર્દિક ચંદુભાઇ રાઠોડ (ઉ.૧૯-રહે. રામનગર-૨, હુડકો ચોકડી) અને ભાર્ગવ રાજેશભાઇ ડાભી (ઉ.૧૯-રહે. રામનગર-૨)ને પકડી લઇ જીપીએકટ ૧૧૦, ૧૧૭ મુજબ ગુનો નોંધ્યો હતો. પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ જેબલીયા, હેડકોન્સ. પ્રતાપસિંહ, નિલેષભાઇ મકવાણા, પૂજાબેન ગોસ્વામી, શિતલબેન અગ્રાવત, જ્યોતિબેન જાલીયા, જાગૃતિબેન ચાવડા સહિતનાએ આ કામગીરી કરી હતી.

(12:00 pm IST)