Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

વધુ એક સ્પામાં કૂટણખાનુ ચાલતું હોવાનો પર્દાફાશઃ માલવીયાનગર પોલીસે મહિલા સંચાલકને ડમી ગ્રાહક મોકલીને ઝડપી

અમીન માર્ગ પર કેસીએલ બિલ્ડીંગના પહેલા માળે ગ્લોરિયસ સ્પામાં કાર્યવાહી

રાજકોટઃ બે દિવસ પહેલા યુનિવર્સિટી પોલીસે એક સ્પામાં દરોડો પાડી કૂટણખાનુ ચલાવતાં સંચાલક અશોક વાઘેલાની ધરપકડ કરી હતી. ત્યાં વધુ એક સ્પામાં કૂટણખાનુ  ચાલતું હોવાનો પર્દાફાશ માલવીયાનગર પોલીસે કર્યો છે. અમીન માર્ગના છેડે કેસીએલ બિલ્ડીંગના પહેલા માળે આવેલા ગ્લોરિયસ સ્પામાં સંચાલક મહિલા પલ્લવી મહેન્દ્રભાઇ મેર (ઉ.૨૫-રહે. સદ્દગુરૂ દર્શન કોમ્પલેક્ષ, રણછોડદાસ બાપુના આશ્રમ પાસે કુવાડવા રોડ) સ્પાની આડમાં લોહીનો વેપલો કરાવતી હોવાની બાતમી મળતાં ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી જે. એસ. ગેડમની સુચના હેઠળ પી.આઇ. એન. એન. ચુડાસમા, પીએસઆઇ જે. એસ. ચંપાવત, એએસઆઇ કે. કે. માઢક, હેડકોન્સ. દિગ્પાલસિંહ જાડેજા, કોન્સ. ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, દેવાભાઇ ધરજીયા, મશરીભાઇ ભેટારીયા, ભાવીન ગઢવી, યુવરાજસિંહ જાડેજા સહિતે ડમી ગ્રાહક મોકલી ખરાઇ કરી દરોડો પાડી મહિલા સંચાલક સામે ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ હેઠળ સ્પાના રૂમમાં લલના રાખી બહારથી ગ્રાહકો બોલાવી લોહીનો વેપલો કરાવવા સબબ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે રૂ. ૭૫૦૦ રોકડા કબ્જે લીધા હતાં.

(12:00 pm IST)