Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

રાજકોટ જિલ્લા પંચાયતમાં બાગીઓએ હથીયાર ફેકી દીધાઃ સમીતીઓ રચવાનો કોંગીનો માર્ગ મોકળો

બહુમતી ન થતા સામાન્ય સભામાં મતિ અનુસાર ભુમીકાઃ સભ્યોના પ્રશ્નોની હારમાળા

રાજકોટ, તા., ૪: જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે સવારે ૧૧ વાગ્યે પ્રમુખ શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઇ ખાટરીયાની અધ્યક્ષતામાં યોજાયેલ છે. જેમાં  ૧ કલાક પ્રશ્નોતરી અને સિંચાઇ તથા મહિલા બાળ કલ્યાણ સમીતીની રચનાનો મુદ્દો કાર્યસુચીમાં છે. ભાજપ સમર્થન કોંગીના બાગીઓ પાસે સમીતીઓ કબજે કરવા જેટલું પુરતું સંખ્યાબળ ન થતા હથીયાર હેઠા મુકી દીધા છે. ખાટરીયા જુથને સમીતીઓની રચના માટે મોકળો માર્ગ આપી દીધો છે.

સિંચાઇ સમીતી માટે નાનજીભાઇ ડોડીયા, પરસોતમ લુણાગરીયા, વિનુભાઇ ધડુક, હેતલબેન ગોહેલ અને મનોજ બાલધાનું નામ નક્કી થયું છે. ખેંચતાણ બાદ અવસરભાઇ નાકીયાના સ્થાને બાલધાની  પસંદગી થઇ છે. મહિલા બાળ કલ્યાણ સમીતીમાં ભાવનાબેન ભુત, કુસુમબેન ચૌહાણ, મધુબેન નસીત, હેતલબેનગોહેલ અને અર્ચનાબેન સાકરીયાનો સમાવેશ થયો છે. બાગીઓએ સામાન્ય સભામાં હાજર રહેવાનું પણ વ્હીપની વિરૂધ્ધ નહી વર્તવાનું નક્કી કર્યુ છે. આ લખાય છે ત્યારે ૧ર વાગ્યે સામાન્ય સભા શરૂ થવાની તૈયારી છે.

(11:30 am IST)