Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

કોર્પોરેશનના ઓડીટોરિયમનું હવે ઓનલાઇન બુકીંગ

બે મહીના અગાઉ બુકીંગ લેવાશે : પેડક રોડ અટલ બિહારી બાજપાઇ ઓડીટોરિયમ અને પ્રમુખ સ્વામી ઓડીટોરિયમ બુકીંગ તથા અરવિંદભાઇ મણિયાર કોમ્યુનિટી હોલના હવે આંગણના ટેરવે થશે : શાક માર્કેટના થોડાનું ભાડુ વસુલવા માટે પણ ઓનલાઇન સુવિધા શરૂ થશે

રાજકોટ, તા. ૪ : મ્યુ. કોર્પોરેશનના ઓડીટોરિયમોનું બુકીંગ અત્યાર સુધી જુની પદ્ધતિ મુજબ બારીએ પૈસા ભરવાથી થતું હતું, પરંતુ હવે આ ઓડીટોરિયમોનું બુકીંગ પણ અન્ય કોમ્યુનિટી હોલની જેમ કોમ્પ્યુટરના માધ્યમથી ઓનલાઇન થવા લાગ્યું છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનના સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ મ્યુ. કોર્પોરેશનના રૈયા રોડ સ્થિત પ્રમુખ સ્વામી ઓડીટોરિયમ પેડક રોડ સ્થિત અટલ બિહારી બાજપાઇ ઓડીટોરિયમ આને જયુબેલી બાગમાં આવેલ ઐતિહાસિક અરવિંદભાઇ મણીયાર હોલ આ તમામનું બુકીંગ અત્યાર સુધી જુની પધ્ધતી મુજબ બારી ઉપર મેન્યુઅલી થતુ હતું જે હવેથી ઓન લાઇન  થઇ ગયું છે. એટલે હવે અરજદારોને કોર્પોરેશન કચેરીનાં ધક્કા નહી ખાવા પડે અને આંગણીનાં ટેરવે આ ઓડીટોરીયમનાં બુકીંગ થશે.

અરજદારે તેઓને જે તારીખે કાર્યક્રમ રાખવાનો હોય તેનાં બે મહીના અગાઉ મ્યુ. કોર્પોરેશનની વેબસાઇટ મારફત ઓડીયેરીયમનું બુકીંગ ઓન લાઇન કરવાનું રહેશે.

આ ઉપરાંત મ્યુ. કોર્પોરેશન સંચાલીત ર૦ થી વધુ નાની-મોટી શાક માર્કેટ શોપીંગ સેન્ટરો  વગેરેનાં થડાનું ભાડુ પણ હવે ટૂંક સમયમાં ઓન લાઇન વસુલવાનું શરૂ થઇ જશે.

(3:58 pm IST)