Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

એચસીજી હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા જોઇન્ટ રિપ્લેસમેન્ટ અને ઓર્થોપેડિકસ ડીપાર્ટમેન્ટનો પ્રારંભ

રાજકોટ : એચસીજી-હેલ્થકેર ગ્લોબલ એન્ટરપ્રાઇઝ લી., રાજકોટ શહેરમાં ૧પ૦ બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ્સ છે. ગુજરાત રાજયમાં અમદાવાદ અને ભાવનગર બાદની આ ત્રીજી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ છે.

એચસીજી હોસ્પિટલ્સ, રાજકોટનાં જોઇન્ટ રીપ્લેસમેન્ટ અને ઓર્થોપેડીકસ ડીપાર્ટમેન્ટ દ્વારા આર્થરાઇટીસ (સંધીવા) સાંધાની તકલીફોની માહિતી- માર્ગદર્શન માટે પરિસંવદા પ્રશ્નોતરીનું આયોજન એચસીજી હોસ્પિટલ, રાજકોટ ખાતે કરવામાં આવેલ હતું. જેમાં ગુજરાતના અનુભવી સ્પેશ્યાલીસ્ટ ડોકટરો જેવા કે ડો. દિપક દવે, ડો. યુવરાજ લકુમ અને ડો. મિતલ દવે દ્વારા સાંધાના દુઃખાવાના કારણો અને સર્જરીથી થતા કાયદા વિશે વિસ્તૃત પૂર્વક જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજકોટ શહેરના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ શ્રી બલરામ મીણા દ્વારા હાડકા તથા સાંધાના રોગોના વિભાગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

હોસ્પિટલના સીઓઓ ડો. મનીષ અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું કે શ્રેષ્ઠતમ સુવિધા અને ઉચ્ચત્તર ટેકનોલોજી દ્વારા અમે સૌરાષ્ટ્ર તથા કચ્છનાં લોકોને યોગ્ય અને સુરક્ષિત તબીબી સારવાર આપવા માટે કટિબધ્ધ છીએ. રાજકોટ એક વિકસિત શહેર તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે અહીંના લોકોને પાયાની તબીબી સુવિધા માટે દૂરના મોટા શહેરોમાં ન જવું પડે અને અહીં જ ઉત્તર સુવિધા મળે, સાથોસાથ એક એવી તબીબી પધ્ધતિથી જરૂર હતી, જે પારદર્શી અને ભૈતિક મૂલ્યો ધરાવતી હોય, જે હવે એચસીજી દ્વારા પુરી પાડવામાં આવે છે.

હોસ્પિટલ ખાસ અનુભવી અને નિષ્ણાંત તબીબોની ટીમ ધરાવે છે, જે આ પહેલા વિદેશની પ્રખ્યાત સંસ્થાઓમાં સેવા આપી ચુકેલા છે. નિષ્ણાંત તબીબોની આ ટીમ દ્વારા રાજકોટમાં રોગના નિદાન અને તેની સારવાર તથા સારવાર પધ્ધતિને નવી આયામ આપશે.

(3:59 pm IST)