Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

સમરી દાવાની દરખાસ્તમાં જપ્તી વોરંટ સામે મનાઇ હુકમ

રાજકોટ તા. પ :.. સીવીલ પ્રોસીજર કોડના ઓર્ડર ૩૭ ની જોગવાઇ મુજબના સમરી દાવામાં  થયેલ દરખાસ્તના અનુસંધાને  સ્મોલ કોઝ કોર્ટ દ્વારા અરજદાર પુષ્પાબેન કેશવલાલ પીપળીયાની તરફેણમાં જપ્તી વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ.

ઉપરોકત જપ્તી વોરંટ સામે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સ્પે. સીવીલ એપ્લીકેશન કરતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા પીટીશનર કિશોરભાઇ હમીરભાઇ મકવાણાની તરફેણમાં મનાઇ હુકમ આપવામાં આવેલ હતો.

એપેન્ટ વતી કે. એન. છાયા અસોસીએટસનાં એડવોકેટ વિનેશ કે. છાયા, પ્રતિકભાઇ જસાણી વિગેરે રોકાયેલ હતાં.(પ.ર૦)

(3:39 pm IST)