Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

૧૪ વર્ષ જુના વીજ ચોરીના કેસમાં આરોપીને જેલમાં બેસાડવાનો હુકમ થતા રકમ ભરી દીધી

રાજકોટ તા.૫: ચમત્કાર વિના નમસ્કાર નહિ આરોપીને વોરંટથી પકડી મંગાવી જેલ વોરંટ ભરતા જ તાત્કાલીક ૧૪ વર્ષ જુના કેસમાં એક સાથે વ્યાજ સહિત તમામ રકમ રૂ.૭૧,૭૮૫  ભરપાઇ કરી આપતા આરોપી ૧૪ વર્ષ જુના કેસનો અદાલતે કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે,પટેલ પાર્ક પાસે નાનામવા ચોકડી પાસે રહેતા બાબુભાઇ માવજીભાઇ ટાંકે જી.ઇ.બી.ની એલ.ટી.લાઇનમાંથી પોતે ધંધા કરી મકાન બાંધકામનું કામ કરતા હતા. તે બાંધકામની સાઇટ ઉપર ડાયરેકટ કેબલ લગાવી ૧ હો.પા.ની સબ મર્શીબલની મોટર લગાવી સ્થળ ઉપર વીજચોરી કરતા હતા. પ્રાઇવેટ કેબલ મારફત ગેરકાયદેસર રીતે વીજકનેકશન મેળવી વીજવપરાશ કરતા હતા જેથી બાબુભાઇ માવજીભાઇ ટાંક સામે જી.ઇ.બીના અધિકારી હસમુખ બાબુલાલ પરમાર વિગેરેએ ડાયરેકટ વીજચોરી પકડી પો.સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી. જેના અનુસંધાને પોલીસે તપાસ કરતા આરોપી વિરૂધ્ધ ગુન્હો બનતો હોય સને ૨૦૦૫ની સાલમાં આરોપીને ધરપકડ કરેલ અને કોર્ટે જામીન ઉપર છોડેલ.

સદરહું કેસ ચાલવા ઉપર આવી ગયેલ હોવા છતા આરોપીઓ અવાર નવાર હાજર રહેતા ન હોય તેમજ ૧૪ વર્ષથી કેસ લંબાતો હોય અદાલતે આરોપી વિરૂધ્ધ ધરપકડનું વોરંટ કાઢેલ હતું. જેમાં આરોપીને પોલીસે ધરપકડ કરી અદાલતમાં રજુ કરતા અદાલતે આરોપીને જેલ હવાલે કરવાનુ વોરંટ ભરતા તાત્કાલીક પી.જી.વી.સી.એલ.ની વીજચોરીની રકમ ત્થા કમ્પાઉન્ડીંગ ચાર્જની રકમ મળી રૂ.૭૧,૭૮૫ આરોપીએ ભરપાઇ કરી આપેલ અને આરોપીને જેલ હવાલે કરતા પહેલા રકમ ભરપાઇ કરી આપેલ હોય આ રીતે નામદાર અદાલતે ૧૪ વર્ષ જુના કેસમાં ધરપકડ વોરંટથી પકડી મંગાવી હોય જેલમાં બેસાડવાનો હુકમ કરતા તાત્કાલીક રકમ ભરપાઇ કરી આપેલ હતી.

આ કામમાં મુળ ફરીયાદીની પી.જી.વી.સી.એલ. વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી જીતેન્દ્ર એમ.મગદાણી રોકાયેલા તેમજ સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી એ. એસ.ગોગીયા રોકાયેલ હતા.(૧૭.૩૧)

(3:36 pm IST)