Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

વાવડીના બુદ્ધનગરમાં ૧૦૦ વર્ષ જુનો પારસ પીપળો કેમ કાપી નાખ્યોઃ મુ.મંત્રીને ફરીયાદ

તમામને ફરીયાદ છતાં તપાસ થઇ નથીઃ જમીન પચાવી પાડવાનું કાવત્રાના આક્ષેપોઃ રાજકોટ-કલેકટર-પોલીસ કમિશ્નર-મ્યુ.કમિશ્નર-વન વિભાગને પણ અરજી

રાજકોટ તા.પઃવાવડીમાં રહેતા નાજાભાઇ રાઠોડે મુખ્યમંત્રીને ફરીયાદ કરી ઉમેર્યું છે કે સરકારી તંત્રની બેદરકારીના કારણે વાવડી ગામાં પારસ પીપળો કાપી નાંખેલ છે. તેની તપાસ કરેલ નથી તેના કારણે અમારી માલીકીની જમીન પચાવી પાડવા તત્વોએ પાયા ખોદવાનું કામ ચાલું કરેલ છે. તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે.

ફરિયાદમાં ઉમેર્યું છે કે, રાજકોટ તાલુકાના વાવડી ગામના હાલમાં ગૌતમબુદ્ધ નગર વોર્ડ નં. ૧૨માં રહીએ છીએ અને જાતે અનુસુચિત જાતિના દલિત વણકર છીએ. વિશેષમાં આપ અમારી વિનંતી છે કે વાવડી ગામમાં જુના વણકર વાસમાં જુના ૧૦૦ વર્ષ પહેલાનો અને અમારી માલીકીનો અને અમારી હદમાં આવેલ અને અમારા બાપદાદા (વડવા) વખતનો પૂજનીય પારસ પીપળો ઉભો હતો તેમશીન (કટર) દ્વારા મૂળ માંથી કાપી નાખવામાં આવેલ છે. તે અંગે અમોએ પારસ પીપળો કોના કહેવાથી કાપવામાં આવેલ તેમની સામે કપાવનાર તથા કાપનાર સામે યોગ્ય કાર્યવાહી કરવા અંગે તા. ૨૪-૯-૨૦૧૮ના રોજ ગાંધીનગરમાં રૂબરૂ માં અરજી આપેલ છે. તેમનો પત્ર પણ અમારી ઉપર અમારા સરનામા ઉપર આવેલ છે.

વિશેષમાં આઅંગે અમોએ રાજકોટ જિલ્લા કલેકટરશ્રીને રાજકોટ પોલીસ કમીશનરશ્રીને રાજકોટ મ્યુ.કમિશનરશ્રીને રાજકોટ આર.એમ.સી. બગીચા વિભાગને, રાજકોટ નાયબ વન સંરક્ષકશ્રીમાં પણ અમોએ અરજી આપેલ છે.

આ પીપળો કોના કહેવાથી કાપેલ છે. કોને કાપેલ છે. તે પીપળાનું લાકડું કંઇ જગ્યા ઉપર રાખવામાં આવેલ છે તેની કોઇપણ કાર્યવાહી આજ દિવસ સુધી તપાસ કરેલ નથી. માથાભારે તત્વોની શા માટે સરકારીતંત્રના અધિકારી દ્વારા તપાસ કરવામાં  આવેલ નથી.(૧.૧૬)

(3:35 pm IST)