Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

કોર્પોરેશનમાં નવી એડવોકેટ પેનલ માટે અરજીઓ મંગાવાઇઃ ૧૫૦થી ૫૦૦૦ની ફી

રાજકોટ તા.૪: મ્યુ.કોર્પોરેશનનાં વિવિધ કાનુની કેસ લડવા માટે હવે નવી એડવોકેટ પેનલ તૈયાર કરવામાં આવનાર છે.

જેના માટે એડવોકેટની અરજીઓ મંગાવવામાં આવી છે. જે એડવોકેટની પેનલમાં નિમણૂંક થશે તેઓને કેઇસ મુજબ રૂ. ૧૫૦ થી ૫૦૦૦ સુધીનો ચાર્જ ચૂકવવામાં આવશે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનના લીગલ ડીપાર્ટમેન્ટે પ્રસિદ્ધ કરેલ જાહેરાતમાં જણાવ્યા મુજબ રાજકોટ કોર્પોરેશનની નામદાર લેબર કોર્ટે, ઇન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલ, ઉપરાંત અલગ-અલગ સરકારી કચેરીમાં ચાલતાં કોર્ટ કેઇસ ચલાવવા માટે ઓછામાં ઓછા ૧૦ વર્ષની અદાલતની સક્રિય પ્રેકટીસ હોય તેવા એેડવોકેટશ્રીઓ પાસેથી રાજકોટ કોર્પોરેશનનાં કેઇસો માટે પેનલ એડવોકેટશ્રીની અરજીઓ મંગાવાઇ છે.

૧૫ ડીસેમ્બર સુધીમાં આ અંગેની અરજી મ્યુ.કોર્પોરેશનની લીગલ શાખા રૂમ નં-૪, ચોથોમાળ, ડો. આંબેડકરભવન, રાજકોટનાં સરનામે-મ્યુ.કમિશ્નરને સંબોધીને રજી.એડી. અથવા સ્પીડ પોસ્ટથી મંગાવવામાં આવી છે.

અરજદાર એડવોકેટશ્રીએ અરજી સાથે લાયકાતનાં પ્રમાણપત્રો અનુભવનાં પ્રમાણપત્રો જોડવાનાં રહેશે. જે સ્વપ્રમાણિત અને રાજયલક્ષી અધિકારી પાસે પ્રમાણિત કરાવવાં જરૂરી છે.

(3:52 pm IST)