Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ગાંધીગ્રામ શ્યામનગરમાં બગીચામાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ તિનપત્તી રમતાં ૧૪ પકડાયાઃ ૪૨ હજારની રોકડ કબ્જે

રાજકોટ તા. ૪: ગાંધીગ્રામ શ્યામનગર મેઇન રોડ પર બિલેશ્વર મંદિર પાસેના બગીચામાં જાહેરમાં જૂગારનો હાટડો જામ્યો હોઇ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ૧૪ શખ્સોને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૪૨૭૦૦ની રોકડ કબ્જે લીધી હતી.

પોલીસે જયેશ ભીખાભાઇ ભટ્ટી (ઉ.૩૭-રહે. રામનાથપરા ભવાનીનગર-૫), નિલેષ બાબુભાઇ સરવૈયા (ઉ.૪૫-રહે. લાખના બંગલા પાસે કષ્ટભંજન-૨), તેજસ બલવંતરાય ઠાકર (ઉ.૩૭-રહે. નાાવટી ચોક સત્તાધાર પાર્ક-૨), સુભાષચંદ્ર વલ્લભભાદસ જામેશા (ઉ.૪૮-રહે. ગાંધીગ્રામ ગાંધીનગર-૩), રૂષભ મહેશભાઇ મહેતા (ઉ.૩૧-રહે. ગાંધીનગર-૩), આસીફ  બાબુભાઇ લંધા (ઉ.૩૦-નવયુગપરા-૪), શોકત હુશેનભાઇ કરગથરા (ઉ.૩૨-રહે. નવી ઘાંચીવાડ-૬ જીલ્લા ગાર્ડન), જાવીદ આદમભાઇ નાયક (ઉ.૩૦-રહે. જંગલેશ્વર-૨), કાસીફ આબીદભાઇ કાદરી (ઉ.૩૬-રહે. રામનાથપરા-૫), વિનોદ બચુભાઇ મકવાણા (ઉ.૨૬-રહે. ભવાનીનગર-૫), ફારૂક સુલમેાનભાઇ સોંડા (ઉ.૩૨-રહે. સોરઠીયાવાડી-૨), સંદિપ  નરેન્દ્રભાઇ પારેખ (ઉ.૩૮-રહે. લક્ષ્મીવાડી-૧૦/૧૬), ભનુભાઇસોઢાભાઇ સબાડ (ઉ.૩૨-રહે. લાખાજીરાજ ઉદ્યોગનગર-૪) અને મનિષ દેવરાજભાઇ સાવકીયા (ઉ.૩૩-રહે. રણછોડનગર-૪)ને પકડી લઇ ગંજીપાના તથા રૂ. ૪૨૭૦૦ રોકડા કબ્જે લીધા હતાં.એસીપી જે. એચ. સરવૈયા એન પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એ. એસ. સોનારા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, હેડકોન્સ. અનિલભાઇ સોનારા, હડકોન્સ. સમીરભાઇ શેખ, નિલેષભાઇ ડામોર, કોન્સ. મહેશભાઇ મંઢ, નિશાંતભાઇ પરમાર, અજીતસિંહ પરમાર, હરદેવસિંહ રાણા સહિતની ટીમે દરોડો પાડ્યો હતો.

(3:50 pm IST)