Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

બી.જી.ગરૈયા હોસ્પિટલ અને રહેવર સ્કુલના સંયુકત ઉપક્રમે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પ સંપન્ન

ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, કોર્પોરેટર શૈલેષભાઇ ડાંગર, નીતિનભાઇ રામાણી, પ્રભાતભાઇ ડાંગર વગેરે ઉપસ્થિત રહેલ

રાજકોટ તા. ૪ : રહેવર સ્કુલ તથા બી.જી. ગરૈયા હોસ્પિટલ (ગામ : કાળીપાટ, ત્રંબા પાસે) દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૧૭૧ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવના હોસ્પિટલના ટ્રસ્ટી વનરાજભાઈ તથા એભલભાઈ ગરૈયા અને રઘુવીરસિંહ રહેવર જહેમત ઉઠાવી હતી. 

આ હોસ્પિટલમાં લોકોને આયુર્વેદિક અને હોમિયોપેથી સારવાર અને દવાઓ પણ ફ્રી  માં આપવામાં આવે છે. તથા વિવિધ પ્રકારના ઓપરેશન જેવાકે હરસ, ભગંદર, ફિશર, મસા, કપાસી, વગેરેના ઓપરેશન પણ એકદમ રાહત દરે કરી આપવામાં આવે છે. લોકોને એકદમ નજીવા દરે પગના સાંધા, ઘુટણના દુખાવા, કમરના દુખાવા જેવા અનેક રોગોની વગર ઓપરેશને આયુર્વેદની પંચકર્મ દ્વારા લોકોની સારવાર કરે છે. ચામડીના દર્દી, વાળનું ખરવું, કેન્સરની સારવારની આડઅસરનો ઈલાજ હોમિયોપેથી સારવાર કરવામાં આવે છે. સર્વેને આ સંસ્થાની સેવાનો લાભ લેવા તથા વધુ માહિતી માટે હોસ્પિટલનો મો. ૭૦૪૬૦ ૧૪૯૦૦નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:44 pm IST)