Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ગુરૂવારે ડો. આંબેડકરજીનો ૬રમો મહાપરિનિર્વાણ દિન

કોર્પોરેશનના પછાત વર્ગ કર્મચારી મંડળ દ્વારા બાબા સાહેબની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલી સભા યોજાશે

રાજકોટ તા. ૪ : આગામી તા. ૬ના રોજ  દલિતોના મસિહા ડો. બાબા સાહેબ આંબેડકરજીનો ૬ર મો મહાપરિ નિર્વાણ દિવસ છે. ત્યારે પછાત વર્ગ મ્યુનિસીપલ કર્મચારી મંડળ દ્વારા ડો. આંબેડકરજીની પ્રતિમા ખાતે શ્રદ્ધાંજલી સભાનું આયોજન કરાયું છે.

આ અંગે મંડળની યાદીમાં જણાવાયુંછે કે ભારત દેશ માટે વિશ્વની સર્વોચ્ચ લોકશાહી અર્પણ કરનાર ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના ૬રમાં મહાપરિનિર્વાણ દિવસ નિમિતે તા.૬/૧ર/ર૦૧૮ને ગુરૂવારના રોજ સાંજના ૬ કલાકે ડો. આંબેડકર સ્ટેચ્યુ પરિસરમાં શ્રદ્ધાંજલી સભાનું પછાત વર્ગ મ્યુની. કર્મચારી મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ છ.ે.

આ શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં રાજય સરકારના જુદા-જુદા તમામ એકમોના અનુ/જાતિ/જન.જાતિ-ઓબીસી વર્ગના કર્મચારી યુનિયનો ,વેલ્ફેર એસોસીએશનો, સામાજીક સંગઠોન, ટ્રસ્ટો, સંસ્થાઓ અને બામસેફ યુનિટ વગેરે તમામ સભ્યો, પદાધિકારીઓ તેમજ પેન્શનર્સ, વિવિધ સોસાયટીઓના આગેવાનો, વિસ્તારના અગ્રણીઓ, સામાજીક, રાજકીય કાર્યકર્તાઓ (ડોકટર-એન્જીનીયર-વકીલ) તથા ભીન સૈનિકો, આંબેડકરી વિચારધારાના કર્મશીલ ભાઇઓ-બહેનો નિયત કરેલા સમયે અચુકપણે શ્રદ્ધાંજલી સભામાં ઉપસ્થિત રહેવા અનુરોધ છે.

પછાત વર્ગ મ્યુનિ.કર્મચારી મંડળ, રાજકોટના પ્રમુખ પી.કે.રાખૈયા, અશોક રાઠોડ, અશોક સોલંકી, મહેશ મકવાણા, જેન્તી વાણીયા, ગીરધર ચાવડા, નરેન્દ્ર પરમાર, દિપક સોલંકી, કમલેશ સોલંકી, જે.ડી.ચાવડા, અમરશી બેડવા, કેવલ મહાબોધી, રમેશ દાફળા, હરીભાઇ રાઠોડ,, જેન્તી મકવાણા, ગીરીશ વાઘેલા, હસમુખ ટીમાણીયા, મુળજીભાઇ ગર, પ્રકાશ મકવાણા, અમુભાઇ સોલંકી, વિનોદ ભમાત, ઇશ્વર સોલંકી, ડી.કે. સિંધવ, દિનેશ પરમાર વગેરે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્ય છે.

(3:42 pm IST)