Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

તાળા લગાવતુ તંત્ર

ગોંડલ રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ, સાધુ વાસવાણી રોડ સહિતના વિસ્તારમાં ૧૦ મિલ્કતો સીલ

બાકી વેરો વસુલવા ત્રણેય ઝોનમાં વેરા શાખાની કાર્યવાહી : આજે રૂ. ૧૭.૫૦ લાખની આવક

રાજકોટ, તા.૪: મ્યુ.કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરાશાખા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯નો રૂ.૨પ૦ કરોડનો લક્ષ્યાંક પુર્ણ કરવા ત્રણેય ઝોનની વેરા શાખા દ્વારા મિલ્કતધારકોનો બાકી વેરો વસુલવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે બાકી અંતર્ગત આજે ગોંડલ રોડ, ૧પ૦ ફુટ રીંગ રોડ તથા સાધુવાસવાણી સહીતના વિસ્તારમાં ૧૦ મિલ્કત સીલ કરવામાં આવી છે. રૂ.૧૭.૫૦ લાખની આજે સેન્ટ્રલ, વેસ્ટ તથા ઇસ્ટ ઝોન વેરાશાખામાં આવક થવા પામી છે.

વેસ્ટ ઝોન

વેસ્ટઝોનની વેરા શાખા દ્વારા  વર્ષ ૨૦૧૮-૧૯ ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત  ૧પ૦ ફૂટ રીંગ રોડ ઉપર નક્ષત્ર-૧, સાધુવાસવાણી રોડ પાસે નજીક આવેલ દર્શન પાર્ક, આદિત્ય હાઇટ, ૧પ૦ ફૂટ રીંગ રોડ, પંચશીલ સોસાયટી તથા ઓમનગર સહિતના વિસ્તારમાં બાકી વેરો વસુલવા કાર્યવાહી કરી હતી. જેમાં ૧પ૦ ફુટ રીંગ રોડ નક્ષત્ર બીલ્ડીંગ તથા સાધુવાસવાણી રોડ પર આદિત્ય હાઇટ સહિત કુલ ૨ મિલ્કતોને સીલ મારેલ છે. તેમજ અન્ય મિલ્કતોમાં વસુલાતની કાર્યવાહી કરતા રકમ રૂ.૬,૨૯,૦૦૦ ની આવક થવા પામી છે.

સામાકાંઠે ૬ લાખની વસુલાત

ઇસ્ટ ઝોન વેરા વસુલાત શાખા વસુલાત વોર્ડ નં.૧પ,૧૬ની ટીમ દ્વારા આજી જીઆઇડીસી સહજાનંદ ઇન્ડ, સંસ્કાર ઇન્ડ મોરબી રોડ, રણછોડનગર, રાધામીરા સહિતના વિસ્તારમાં બાકી વેરા વસુલાત  કાર્યવાહી કરતા રૂ.૬ લાખની આવક થવા પામી છે. તેમજ કોઠારીયા રોડ પરના જીન્સ ગેલેરી, લોર્ડસ હોટલ, ખોડીયાર ફેશન, રાધે પાનમાં સીલીંગ માટે કડક તાકીદ કરવામાં આવેલ છે.

આ કામગીરી આસિ, કમિશનર (પૂર્વ ઝોન), આસી મેનેજરશ્રી (પૂર્વ ઝોન) એમ.ડી. ખીમસુરીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસરશ્રીની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર, અરવિંદ મકવાણા, જે કે જોશી, વિ. દ્વારા કરવામાં આવેલ છે.

સેન્ટ્રલ ઝોન

સેન્ટ્રલ ઝોનની વેરા શાખા દ્વારા પેલેસ રોડ પર આવેલ રાજસુંદરી કોમપ્લેક્ષ, ગોંડલ રોડ પર આવેલ લોટસ આર્કેડ, ટાગોર રોડ પર આવેલ કોમર્શીયલ,ભાભા બજારમાં આવેલ કોમર્શીયલ યુનિટના લક્ષ્મીવાડી મેઇન રોડ પર આવેલ રહેણાંક મકાનના સહિતના વિસ્તારમાં બાકી વેરો વસુલવા

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, વોર્ડ ઓફીસરશ્રી આરતીબેન નિંબાર્ક, ફાલ્ગુનીબેન કલ્યાણી, તથા ટેકસ ઇન્સપેકટરશ્રી કમલેશભાઇ ઠાકર, નાનજીભાઇ રાખૈયા, નિતિનભાઇ ખંભોળિયા તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશ્નરશ્રી કગથરા સાહેબના માર્ગદર્શન કાર્યવાહી કરવામાં આવી.કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ગોંડલ રોડ પર લોટસ આર્કેડની બે સહિત કુલ ૮ મિલ્કતોનો બાકી વેરો વસુલવા મિલ્કત સીલ કરવામાં આવી હતી તથા લક્ષ્મીવાડી વિસ્તારમાં એક મિલકત ધારકને નળ કનેકશન કપાતની નોટીસ ફટકારવામાં આવી છે. તેમ તંત્રની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

(3:24 pm IST)