Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

કીમિયાગર... સાઇકલમાં મારૂતિનું ટાયર અને છ ગેર!

જયુબિલી ચોક કબ્રસ્તાનમાં રહેતા બે ભાઇઓ વાહિદ - નવસાદની કમાલ : દરરોજ ૧૫ કિમી સાઇકલ ચલાવે છે

રાજકોટ : રાજકોટના બે કીમિયાગર ભાઇઓએ કમાલ કરી દેખાડી છે. સામાન્ય પ્રકારની સાઇકલમાં મારૂતિ વાનના વ્હીલ ફીટ કરીને છ ગેરવાળી વિશેષ સુવિધા ધરાવતી સાઇકલ બનાવી છે. જયુબિલી ચોક કબ્રસ્તાનમાં રહેતા નવસાદ અને વાહિદ નામના ભાઇઓએ કોઠાસૂજના જોરે ખૂબ મહેનત લઇને આવી સાઇકલ બનાવી છે. ૧૯ વર્ષીય વાહિદ અકબરશાહ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. યુ-ટયૂબમાં સાઇકલના આવા પ્રયોગનો વીડિયો જોયો હતો. ત્યારથી નાનાભાઇ નવસાદને સાથે રાખીને સાઇકલમાં પ્રયોગો શરૂ કર્યા. પાછળ મારૂતિ વાનનું વ્હીલ ફીટ કર્યું અને છ ગેર મૂકયા. આ સાઇકલ ખૂબ સરળતાથી માર્ગો પર દોડે છે. બંને ભાઇઓ દરરોજ ૧૫ કિમી સાઇકલ ચલાવે છે. આ ઉપરાંત TFR - લૂના પણ બુલેટ જેવું સીંગલ સીટર બનાવ્યું છે અને વિશેષ જમ્પર મૂકયા છે. સોશ્યલ મીડિયામાંથી સકારાત્મક પ્રેરણા લઇને સફળ પ્રયોગ કરનાર શાહમદાર વાહિદ (મો. ૯૧૫૭૭ ૮૮૮૮૬) પર અભિનંદનો વરસી રહ્યા છે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

 

(9:27 am IST)