Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતી પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ

 રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા તા.૦૪/૧૦/૨૦૧૯ના રોજ શ્રી શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૨મી જન્મજયંતિ પ્રસંગે તેઓશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, પુર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર પ્રીતિબેન પનારા, મીનાબેન પારેખ, દક્ષાબેન ભેસાણીયા, પૂર્વ કોર્પોરેટર ગેલાભાઈ રબારી, રસિકભાઈ પટેલ, ભાજપ અગ્રણીશ્રીઓ અરવિંદભાઈ ભેસાણીયા, દિલીપભાઈ લુણાગરિયા, મનસુખભાઈ પીપળીયા, પ્રભાતભાઈ કુંગસીયા, દિનેશભાઈ ડાંગર, દિનેશભાઈ જીયાળ, રસિકભાઈ વોરા, રમેશભાઈ અકબરી, સંજયભાઈ ચાવડા, આસિસ્ટન્ટ મેનેજર અમિતભાઈ ચોલેરા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરેલ.

(3:55 pm IST)
  • સુરતનાં વરાછા વિસ્તારમાં અત્યારે સાંજે ૫ વાગ્યે જોરદાર વરસાદી ઝાપટું પડી ગયું access_time 8:21 pm IST

  • હરિયાણામાં કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં નવજોતસિંહ સિદ્ધુ ગાયબ : હરિયાણામાં કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર : વિધાનસભા ચૂંટણીમાં સાંભળશે મોરચો :પંજાબની નજીકના આ રાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસના પ્રચારકોની યાદીમાં સિદ્ધુ ના નામની બાદબાકી access_time 12:58 am IST

  • બાંગલાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના ભારતની મુલાકાતે : આવતીકાલ શનિવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત : બંને દેશો વચ્ચે વ્યવસાય વધારવા મંત્રણા થશે access_time 1:01 pm IST