Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

સોરઠીયા રજપૂત સમાજ દ્વારા મંગળવારે શસ્ત્રપૂજન

ગાંધીગ્રામ સોરઠીયા રજપુત સમાજ ભવન ખાતે વિજયા દશમી ઉજવાશે : સાફો બાંધીને આવવા અનુરોધ

રાજકોટ તા. ૪ : પૂ. દેશળભગત, પૂ. સંપૂર્ણાનંદજી બાપુ અને મહામુકતરાજ શ્રી દેવુભગતના આશીર્વાદથી ગાંધીગ્રામ ખાતે આવેલ શ્રી સોરઠીયા રજપૂત સમાજ ભવન ખાતે વિજયા દશમીએ શસ્ત્ર પૂજનનું આયોજન કરાયુ છે. પ્રમુખ વિજયભાઇ ચૌહાણની આગેવાની હેઠળ સોરઠીયા રજપૂત યુવા શકિતના યુવાનો દ્વારા તા. ૮ ના મંગળવારે ગાંધીગ્રામ, સોરઠીયા રજપૂત ભવન ખાતે  સાંજે ૪ વાગ્યે આયોજીત આ શસ્ત્ર પુજનમાં ભાઇઓએ સાફાની વ્યવસ્થા હોય તેમણે સાફો ધારણ કરીને આવવા અનુરોધ કરાયો છે.'અકિલા' ખાતે સમગ્ર આયોજનની વિગતો વર્ણવતા મુકુંદભાઇ રાઠોડ, વિજયસિંહ ચૌહાણ (એચ.ડી.એફ.સી.), પ્રતાપ ચૌહાણ, દિવ્યેશ પરમાર, અલ્પેશ ગોહિલ, ઉદય પરમાર, નીલેશભાઇ સોલંકી, અભય ચૌહાણ, વિરેન્દ્ર ડાભી, ચિરાગ પરમાર, ભાવિક ભટ્ટી, પૃથ્વીરાજસિંહ ડોડીયા, લખન ચૌહાણ, અજય પરમાર નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:36 pm IST)
  • છત્તીસગઢમાં ઓબીસી અનામત વધારીને 27 ટકા કરવા પર હાઇકોર્ટની બ્રેક : છત્તીસગઢ હાઇકોર્ટે રાજ્ય સરકારના એ નિર્ણંય પર રોક લગાવી છે જેમાં અન્ય પછાત વર્ગને 14 ટકાની જગ્યાએ 27 ટકા અનામત અપાવની વાત કહેવાય હતી : 15મી ઓગસ્ટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બુધેલે અન્ય પછાત વર્ગ માટે અનામતનો દાયરો 14 ટકાથી વધારીને 27 ટકા કરવાની જાહેરાત કરી હતી access_time 1:10 am IST

  • ૧૪ વર્ષમાં ૩૦ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા: નીતિ આયોગ ના જણાવ્યા પ્રમાણે 2004થી 2018 વચ્ચે ભારતમાં ૩૦ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. access_time 9:30 pm IST

  • સાંજે ૭ વાગે ઇન્સેટ તસવીરમાં સૌરાષ્‍ટ્ર માં કયાંક કયાંક વાદળા જોવા મળે છે જયારે મહારાષ્‍ટ્ર અને દક્ષ્ણિના રાજયોમાં ધટાટોપ વાદળા છવાયા access_time 8:36 pm IST