Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ગુજરાત ભાજપ લીગલ સેલના સહ સંયોજક ધારાશાષાી અનિલભાઇ દેસાઇનું રેવન્‍યુ પ્રેકટીશનર એસોસીએશન દ્વારા જાજરમાન અભિવાદન

વકીલોના પ્રશ્ને સાથે રહેવાનો અડીખમ કોલ આપતા અનિલ દેસાઇ : ૪૦૦થી વધુ વકીલોની ઉપસ્‍થિતિ : અનિલ દેસાઇની ચાર દાયકાની યશસ્‍વી કામગીરી બિરદાવતા દિલીપભાઇ મીઠાણી, એન.જે.પટેલ, અર્જુન પટેલ, જી.એલ.રામાણી

રાજકોટ તા. ૪ : સમગ્ર સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં ન્‍યાયક્ષેત્રે છેલ્લા ચાર દાયકાથી સખત પરિશ્રમ, નિષ્ઠા, પ્રમાણિકતાથી પ્રતિષ્ઠીત થયેલા અજાતશત્રુ, નામાંકિત ધારાશાસ્‍ત્રી સંઘના સંસ્‍કારોથી તરબોળ અને વિદ્યાર્થીકાળથી ભાજપ સાથે વરેલા અનિલભાઈ દેસાઈની ગુજરાત પ્રદેશ ભાજપના અઘ્‍યક્ષ સી. આર. પાટીલે ગુજરાત ભાજપ લીગલ સેલના સહ સંયોજક તરીકે નિમણૂંક કરતા સમગ્ર સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં વકીલ આલમમાં સર્વત્ર આવકાર સાથે અભિવાદન અને અભિનંદન વર્ષા થઈ રહેલ છે.

કોર્ટ સંકુલમાં કાર્યરત વકીલ મંડળો તથા સંગઠનો દ્વારા ઉષ્‍માભર્યુ અભિવાદન થઈ રહ્યું છે તેવામાં શુક્રવાર અને અષાઢીબીજના પાવનકારી શુભદિને મેઘરાજાની શાનદાર સવારી વચ્‍ચે શહેરની ધ ગ્રાન્‍ડ ઠાકર હોટલ ખાતે રાજકોટ શહેર જીલ્લાના ૪૦૦ થી વધુ રેવન્‍યુ પ્રેકટીશનર દ્વારા જાજરમાન અભિવાદન સમારંભ યોજાયો હતો અને તેમાં સ્‍વચ્‍છ પ્રતિભાશાળી એડવોકેટ અનિલભાઈ દેસાઈનુ રેવન્‍યુ પે્રકટીશનરો ઘ્‍વારા અભિવાદન કરીને સાચા માણસ પ્રત્‍યે કૃતજ્ઞતા વ્‍યકત કરી છે અને ભાજપ લીગલ સેલને અડીખમ અને વિશાળ ફલક પર લઈ જવાની પ્રતિબઘ્‍ધતા વ્‍યકત કરવામાં આવી હતી.

રાજકોટ શહેર જીલ્લાના રેવન્‍યુ પ્રેકટીશનર અસોસીએશન દ્વારા ધારાશાસ્‍ત્રી અનિલભાઈ દેસાઈની ગુજરાત ભાજપ લીગલ સેલના પ્રદેશના સહ સંયોજક તરીકે નિમણૂંક થતા રેવન્‍યુ બારના પ્રમુખ સીનીયર એડવોકેટ દિલીપભાઈ મીઠાણીના અઘ્‍યક્ષ સ્‍થાને અભિવાદન સમારંભ યોજાયો હતો ઉપસ્‍થિત વકતાઓએ અનિલભાઈ દેસાઈની ચાર દાયકાની સુદીર્ધ કારર્કીદી તેમજ ભાજપ અને સંઘ ઘ્‍વારા વખતો વખત આપેલ જવાબદારી સંભાળી અને અનિલભાઈ દેસાઈના નેતૃત્‍વમાં વધુ ઉંચાઈએ લઈ જવા ભા.જ.પ. લીગલ સેલમાં વધુમાં વધુ એડવોકેટોને જોડાવવાનો કોલ આપ્‍યો હતો.

ગુજરાત ભા.જ.પ. લીગલ સેલના સહ કન્‍વીનર અનિલભાઈ દેસાઈના અભિવાદન બદલ પ્રતિભાવ આપતા જણાવ્‍યુ હતુ કે, રેવન્‍યુ પ્રેકટીશ્‍નરના કોઈપણ પ્રશ્‍નોમાં સાથે રહેવાની અને પ્રશ્‍નોના નિરાકરણ લાવવા બાબતે ખાત્રી ઉચ્‍ચારી હતી અને રેવન્‍યુ પ્રેકટીશ્‍નરોને થતી ખોટી હેરાનગતી બાબતે જે તે વિભાગના સક્ષમ ઓથોરીટીને અસરકારક રીતે રજુઆત કરવામાં આવશે રેવન્‍યુ પ્રેકટીશ્‍નરને ભાજપના નેતૃત્‍વ વાળી રાજય સરકાર દ્વારા વધુ સુવિધા અને સરળતા તેમજ પારદર્શીકતા વધુ સંગીન બનાવવા સૌ સાથે મળીને પ્રયત્‍ન કરીશુ તેમજ રેવન્‍યુ પ્રેકટીશ્‍નરોના પ્રશ્‍નોના નિરાકરણ અંગે હું સતત કાર્યરત રહીશ દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ના નેતૃત્‍વમાં સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે તેમા વકીલો યોગદાન આપવા અપીલ કરી છે ગુજરાત પ્રદેશ ભાજપના અઘ્‍યક્ષ સી. આર. પાટીલ દ્વારા મારી ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ સંયોજક તરીકે કરેલી નિમણુક શ્રેષ્ઠ કામગીરી દ્વારા સૌના સાથ સહકારથી ચરીતાર્થ કરીશ ગુજરાત ભા.જ.પ. લીગલ સેલના સહ કન્‍વીનરનો હોદો માત્ર મારો નહી, પરંતુ ભા.જ.પ.ના તમામ વકીલશ્રીઓનો છે.

સમારંભમાં ઉદબોધનકર્તા રાજકોટ બાર એસોશીએશનના પ્રમુખ અર્જુનભાઈ પટેલે જણાવેલ હતું કે અનિલભાઈ દેસાઈની નિમણુકથી ગુજરાત ભા.જ.પ. લીગલ સેલ વધુ સક્ષમ અને મજબુત બનેલ છે. લીગલ સેલને જયારે અનિલભાઈ દેસાઈના સ્‍વરૂપમાં સક્ષમ, જવાબદાર અને પ્રમાણિક અને દીર્ધદૃષ્‍ટા અને સહ સંયોજક મળેલ છે ત્‍યારે વકીલોના કોઈપણ પ્રશ્‍નોને ત્‍વરીત પણે નીકાલની આશા ઉભી થઈ છે વધુમાં અર્જુનભાઈ પટેલે જણાવેલ કે, રેવન્‍યુ સાઈડમાં પે્રકટીશ કરતા વકીલ મિત્રોને વધુમાં વધુ પ્રશ્‍નો ઉપસ્‍થિત થતા હોય છે ત્‍યારે રાજકોટ બાર પણ રેવન્‍યુ પ્રેકટીશ એસોશીએશનની પડખે ઉભુ છે અને કોઈપણ પ્રશ્‍ને નીચેના અધિકારીથી શરુ કરી સરકાર સુધી વાટાધાટો ચલાવવા માટે સહાયક ભુમીકામાં રાજકોટ બાર હમેશા સાથે રહેશે. અડીખમ વ્‍યકિતત્‍વ છે ત્‍યારે કોઈ વકીલ મિત્રોએ કોઈ પણ પ્રશ્‍ને હવે મુંઝાવાની જરૂર નથી.

કાર્યક્રમની શરૂઆતમાં સંસ્‍થાનો પ્રારંભિક પરિચય એડવોકેટ જી.એલ. રામાણીએ આપેલ અને જણાવેલ કે, રેવન્‍યુ પ્રેકટીશ્‍નર એસોશીએસનનો ઉદય સને ર૦૦પમાં થયેલ છે, અને આ એસોશીએશન દ્વારા વકીલોને પડતી મુશ્‍કેલીઓ અંગે એકબીજા એડવોકેટને મદદરૂપ થવાનો અને મુશ્‍કેલીઓ અંગે કાયદેસર અને મુદદાસર રજુઆતો ગાંધીનગર તેમજ મહેસુલ મંત્રી તેમજ ગુજરાત હાઈકોર્ટ સુધી એસોશીએશન દ્વારા રજુઆતો કરી સાથે મળી પ્રશ્‍નનું નિરાકરણ લાવવામાં આવે છે.

તેમજ આ કાર્યક્રમની આભાર વિધી સીનીયર એડવોકેટ એન. જે. પટેલે કરેલી અને તેઓએ જણાવેલ કે, ગુજરાત બાર કાઉન્‍સીલમાં રાજકોટમાંથી એન.એસ.ભટ્ટ તથા સ્‍વ.એન. એસ. દફતરી જેવા સીનીયર, પ્રમાણિક, પ્રતિષ્ઠિત અને સ્‍વચ્‍છ પ્રતિભા ધરાવતા એડવોકેટો ઓછામાં ઓછા બે એડવોકેટ ગુજરાત બાર કાઉન્‍સીલમાં પ્રતિનિધિત્‍વ કરે એવી આશા વ્‍યકત કરી હતી. તેમજ કાર્યક્રમમાં હાજર રહેલા તમામ સિનિયર-જુનિયર એડવોકેટનો આભાર વ્‍યકત કર્યો હતો.

ગુજરાત ભા. જ. પ. લીગલ સેલના સહ કન્‍વીનર અનિલભાઈ દેસાઈના અભિવાદન સમારંભમાં રેવન્‍યુ બારના પ્રમુખ દિલીપભાઈ મીઠાણી, ઉપ પ્રમુખ નલીનભાઈ જે. પટેલ, દિલેશ જે. શાહ, પંકજભાઈ કોઠારી, કિશોરભાઈ સખીયા, રાકેશભાઈ ગોસ્‍વામી, હિતેષ મહેતા, એ.વાય. દવે, જી. એલ. રામાણી, અશ્વિનભાઈ શેખલીયા, કેતનભાઈ ગોસલીયા, કેતનભાઈ મંડ, ભાવેશભાઈ રંગાણી, કે.બી. સોરઠીયા, રમાબેન માવાણી, રામજીભાઈ માવાણી, વિજયભાઈ વ્‍યાસ, યતિનભાઈ ભટ્ટ, રક્ષિત કલોલા, નિલેશ પટેલ, મનીષ પંડયા, મૌલિક રાઠોડ, આર.ડી.ઝાલા, દિનેશ રૂપારેલીયા, પ્રદીપ પટેલ, ડી.બી.શેઠ, કે.બી. શુકલા, કિરીટસિંહ ગોહીલ, સી.પી. પરમાર, ચેતન કોઠારી, જીતુભાઈ પારેખ, સંદીપ વેકરીયા, ડી. ડી. મહેતા, ધર્મેશભાઈ સખીયા, હેંમત ભટ્ટ, ગૌરાંગ મહેતા, અમિત દોશી, અમિત વસંત, વિશાલ ગોસાઈ, પરેશ મારુ, અમીત હરણેસા, દીલીપભાઈ જોષી, ઈન્‍દુભા ઝાલા, અમીત વેકરીયા, ચેતનાબેન કાછડીયા, રેખાબેન પટેલ, નમીતાબેન કોઠીયા, એમએસીટી બારના પ્રમુખ અજય જોષી તેમજ રાજકોટ બાર એસોસીએશનના હોદેદારોમાં પ્રમુખ અર્જુનભાઈ પટેલ સહીતના તમામ હોદેદારો ઉપસ્‍થિત રહેલા હતા.

(3:41 pm IST)