Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

સોૈરાષ્‍ટ્ર મેલમાં મુંબઇથી દારૂ-બીયરના થેલા ભરીને આવેલો રૂષીલ પટેલ ઝડપાયો

રાજકોટ જંકશન સ્‍ટેશન પર રેલ્‍વે એસીબીના દિનેશભાઇ સોસા, સંતોષભાઇ ગઢવી અને તેજસભાઇની બાતમી પરથી હુડકો ચોકડીએ રહેતાં રિક્ષાચાલકને પકડી લેવાયો

રાજકોટ તા. ૪: મુંબઇથી રાજકોટ આવતી ટ્રેનમાં અમુક મુસાફર દારૂની હેરફેર પણ કરી લેતાં હોય છે. આજે સવારે જંકશન રેલ્‍વે સ્‍ટેશન પ્‍લેટફોર્મ નં. ૧ ઉપર આવેલી સોૈરાષ્‍ટ્ર જનતા ટ્રેનના જનરલ ડબ્‍બામાં એક શખ્‍સ દારૂ-બીયરનો જથ્‍થો લઇને આવતાં એએસઆઇ દિનેશભાઇ આર. સોસા અને કોન્‍સ. સંતોષભાઇ ગઢવી તથા તેજસભાઇની બાતમી પરથી પકડી લેવાયો હતો.

રેલ્‍વે પોલીસે રૂષીલ અતુલભાઇ રાણપરીયા (પટેલ) (ઉ.૨૧-રહે. મુળ રાયડી, પરવાડ ચોક, જામકંડોરણા, હાલ હુડકો ચોકડી પાસે ગ્રીન પાર્ક અબ્‍દુલભાઇના મકાનમાં ભાડેથી)ને પકડી લઇ તેની પાસેથી બીયરના ટીન, દારૂની બોટલો મળી રૂા. ૧૧૮૭૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. આ શખ્‍સ રિક્ષા ચાલક છે. મુંબઇથી બે થેલામાં દારૂ-બીયર ભરીને વેંચવા લાવ્‍યો હતો. પરંતુ ગ્રાહક સુધી પહોંચાડે એ પહેલા રેલ્‍વે પોલીસે દબોચી લીધો હતો.

એલસીબી પヘમિ રેલ્‍વે રાજકોટના પીએસઆઇ ઝેડ. વી. રાયમા, એએસઆઇ હરિヘંદ્રસિંહ, સરફરાઝહુેશન, દિનેશભાઇ સોસા, હેડકોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ, હરપાલસિંહ, કોન્‍સ. જયવીરસિંહ, ધર્મેન્‍દ્રસિંહ, તેજસભાઇ, દિવ્‍યરાજસિંહ, સંતોષભાઇ અને અનિરૂધ્‍ધસિંહે આ કામગીરી કરી હતી. 

(4:03 pm IST)