Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ભકિતનગર સોસા.ની વાર્ષિકસભાઃ પ્રમુખપદે મુકેશભાઇ ડાંગર બીનહરીફ

રાજકોટઃ તા.૪, ભકિતનગર સોસાયટીની ૭૦મી વાર્ષિક સામાન્યસભા મેઘાણી રંગભવન ખાતે સોસાયટીના ચેરમેનશ્રી નીતીનભાઇ ઢાંકેચા (મો.૯૪૨૬૯૧૧૧૦૧)ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી.

જેમા નવા વર્ષના પ્રમુખ તરીકે શ્રી મુકેશભાઇ ડાંગર (મો.૯૮૨૫૩ ૦૦૦૯૯) પુનઃ બીનહરીફ ચુંટાયા છે. નીતીનભાઇએ પોતાના વકતવ્યમાં ભકિતનગર સોસાયટીનો પારદર્શક વહીવટ અને સભાસદની સર્વોપરી સેવા મંત્રને વધુ ને વધુ સાર્થક કરવા કટીબધ્ધતા દર્શાવેલ હતી. સોસાયટીના સેક્રેટરીશ્રી પ્રવિણભાઇ કાનાબારે (મો.૯૮૨૪૨ ૬૫૩૦૦) જણાવ્યું હતુ કે દરેક શેરીમાં સીમેન્ટ ક્રોક્રેટ રોડ થતા વર્ષો જુની સમસ્યાનો અંત આવેલ છે. ભવિષ્યમાં વધુ વિકાસ થાય એવા પ્રયત્ન કરવા કોલ આપેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

 

(2:22 pm IST)