Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

સામાજિક, આર્થિક, રાજકીય વિકાસમાં કડિયા સમાજ મોખરેઃ નરેન્દ્રબાપુ સોલંકી

ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત દ્વારા મહાપાલિકાના નવનિયુકત પદાધિકારીઓનું જાજરમાન સન્માનઃ મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, ડે.મેયર અશ્વિનભાઈ મોલિયા તેમજ વિવિધ સમિતિના ચેરમેનોને પુષ્પગુચ્છ અર્પણ

રાજકોટ,તા.૪: રાજકોટ મહાનગરપાલિકાના હોદેદારોની ટર્મ પુરી થતા નવા હોદેદારો તરીકે બીનાબેન આચાર્ય- મેયર, ઉદયભાઈ કાનગડ- સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, અશ્વિનભાઈ મોલિયા- ડેપ્યુટી મેયર તરીકે તેમજ વિવિધ સમિતિઓના ચેરમેનોની પણ નિમણુંક કરવામાં આવી હતી.

આ અંતર્ગત શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્તના પ્રમુખ અને ગુજરાત રાજય ઓબીસી પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ)ની અધ્યક્ષતામાં રાજકોટ મહાનગરપાલિકાના તમામ નવનિયુકત હોદેદારોનું ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓને ખુબ- ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી. શહેરની જનતા અને શહેરનો સુંદર રીતે વિકાસ થાય અને લોકશાહીનો સંપૂર્ણ વિકાસ થાય તે માટેની લાગણી વ્યકત કરાઈ હતી.

આ તકે નરેન્દ્રબાપુ દ્વારા જણવાયુ હતુ કે અમારો કડિયા સમાજ હરહંમેશા ભાજપને સંપૂર્ણપણે વફાદાર રહ્યો છે અને દરેક સમયે સમગ્ર સામજે પાર્ટીની સાથે ચાલીને યોગ્ય રીતે સમાજનો સામાજીક, આર્થિક અને રાજકીય રીતે વિકાસ કરવામાં હંમેશા મદદરૃપ રહ્યો છે. પાર્ટી દ્વારા પણ કડિયા સમાજને હંમેશા એક મહત્વનું માન- સન્માન પણ અત્યાર સુધી મળતુ આવ્યું છે તથા સમાજના વિકાસમાં ભાજપ દ્વારા સહભાગી થવા બદલ સમગ્ર સમાજ હર્ષની લાગણી અનુભવે છે અને ખુબ- ખુબ આભાર વ્યકત કરે છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે જયારે પણ પાર્ટીને કડિયા સમાજના લોકો હરહંમેશ સાથ આપવા માટે તૈયાર છે. રાજકોટ તથા ગુજરાત રાજય અને ઓબીસીના વિકાસ માટે હરહંમેશા સમસ્ત કડિયા સમાજ અને તેના લોકો આગળ પડતા રહ્યા છે અને પાર્ટીને સાથ આપ્યો છે. ત્યારે આગામી આવનાર ૨૦૧૯ની ચુંટણીમાં પણ કડિયા સમાજ દ્વારા પૂરેપુરો સાથ આપવામાં આવશે તેવી ખાત્રી આપેલ હતી.

રાજકોટ મહાનગરપાલિકાના અન્ય ચુંટાયેલા નવનિયુકત પદાધિકારીઓ અંજનાબેન મોરઝરીયા-માધ્યીમક શિક્ષણ અને આનુસંગિક શિક્ષણ સમિતિ, જયાબેન ડાંગર- હાઉસીંગ ઈમ્પૂવ્મેન્ટ અને કલીયરન્સો સમિતિ, વિજયાબેન વાછાણી- બાગ બગીચા અને ઝૂ સમિતિ, પ્રિતિબેન પનારા- એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ, રૃપાબેન શિલુ- શિશુ કલ્યાણ/ અગ્નિશામક સમિતિ, મનિષભાઈ રાડીયા- બાંધકામ સમિતિ, જૈમીન ઠાકર- આરોગ્ય સમિતિ, શિલ્પાબેન જાવીયા- કાયદો અને નિયમોની સમિતિ, અનીતાબેન ગૌસ્વામી- ટાઉન પ્લાનીંગ સમિતિ, અરવિંદભાઈ ભોરણીયા- સેનીટેશન સમિતિ, મુકેશભાઈ રાદડીયા- લાઈટીંગ સમિતિ, પરેશભાઈ પીપળીયા- મારકેટ સમિતિ, જયોત્સનાબેન ટીલાળા- ડ્રેનેજ સમિતિ, આશિષભાઈ વાગડીયા- સમાજ કલ્યાણ સમિતિ, બાબુભાઈ આહીર- વોટર વર્કસ સમિતિ વગેરે ચેરમેનોનું જ્ઞાતિ સમસ્ત દ્વારા સંચાલિત શ્યામવાડી ટ્રસ્ટ સમિતી, શ્યામમંદિર સમિતિ, મોહન માંડણ વિદ્યાર્થી ભવન વગેરે સમિતીઓના હોદેદારો અને સમાજના અન્ય આગેવાનો દ્વારા દરેકનુ ફુલહાર પહેરાવી તથા બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું.(૩૦.૬)

(2:21 pm IST)