Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

સંત કબીર રોડ ધરાર નગરમાં સ્ટેટ વિજીલન્સ સ્કવોડ ત્રાટકીઃ વરલી રમતાં ચાર પકડાયા

૪૦ હજારની મત્તા કબ્જેઃ ભાગી ગયેલા ત્રણ પૈકીના એકને બી-ડિવીઝન પોલીસે પકડ્યો

રાજકોટ તા. ૪: સામા કાંઠે સંત કબીર રોડ પર ધરારનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટૂકડીએ દરોડો પાડી વરલી-ફીચરનો જૂગાર રમતાં ત્રણ શખ્સોને દબોચી લીધા હતાં. જ્યારે અન્ય ત્રણ ભાગી ગયા હતાં. જેમાંથી એકને રાત્રે બી-ડિવીઝન પોલીસે પકડી લીધો હતો. 

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના હેડકોન્સ. અરવિંદભાઇ કવાડીયા સહિતની ટીમે સંત કબીર રોડ પર ધરારનગરમાં ભગીરથ પાન હાઉસની બાજુમાં બાલાજી ચાઇનીઝ પાસે દરોડો પાડી ન્યુ શકિત સોસાયટી-૭માં રહેતાં મગન વિઠ્ઠલભાઇ ગોહેલ (ઉ.૪૪), ધરારનગરના જગદીશ છગનલાલ ઠક્કર (ઉ.૫૭) તથા માર્કેટ યાર્ડ પાસે ગોકુલનગરમાં રહેતાં ભુપત વિઠ્ઠલભાઇ ગોહેલ (ઉ.૫૨)ને વરલીનો જૂગાર રમતાં પકડી લઇ સ્લીપો, બોલપેન, મોબાઇલ, કેલકયુલેટર, રોકડા રૂ. ૩૭૨૧૦ મળી કુલ રૂ. ૪૦૪૧૦ની મત્તા કબ્જે લીધી હતી.

દરોડા વખતે ત્રણ શખ્સો ભાગી ગયા હોઇ તે અંગે બી-ડિવીઝનને જાણ કરવામાં આવતાં પી.એસ.આઇ. આર. એસ. પટેલ, એએસઆઇ મહેશગીરી ગોસ્વામી, મહેશભાઇ, નિશાંતભાઇ, દેવેન્દ્રસિંહ, શૈલેષભાઇ, અજીતભાઇ સહિતના સ્ટાફે જીણો ઉર્ફ ભગત વિઠ્ઠલભાઇ ગોહેલને પકડી લીધો હતો. પુછતાછમાં તેણે અન્ય બે શખ્સોમાં રવિ મગનભાઇ ગોહેલ અને એક અજાણ્યો હોવાનું કહેતાં તેની શોધખોળ થઇ રહી છે.

(12:30 pm IST)