Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

સોનલ ગરબો શીરે અંબે માં... ચાલો ધીરે ધીરે....

 રાજકોટ : આસો માસની નવરાત્રીના નવલા નોરતા એક પછી એક માતાજીની ભકિત દ્વારા પસાર થઈ રહ્યા છે. શહેરના ચોક ચાચરના ચોક બન્યા છે. સર્વત્ર માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. જય શ્રી રોકડીયા હનુમાન ગરબી મંડળ : શહેરના ભીલવાસ ચોક ખાતે છેલ્લા ૪૨ વર્ષથી જય શ્રી રોકડીયા હનુમાન ગરબી મંડળની બાળાઓ દ્વારા અવનવા રાસ દ્વારા માતાજીની આરાધના - ઉપાસના કરવામાં આવી રહી છે. જેમાં મહિસાસુર, સળગતો ગરબો, તલવાર રાસ, નૃત્યો અને મોગલ રાસ આકર્ષણ જમાવે છે. મોટી સંખ્યામાં ભાવિકો ગરબી નિહાળવા ઉપસ્થિત રહે છે. ગાયક કલાકારો ખ્યાતિબેન રાઠોડ, રાજુભાઈ રાઠોડ અને રમેશભાઈ રાઠોડ માતાજીના અવનવા ગરબા રજૂ કરે છે. જયારે ઢોલકમાં શૈલેષભાઈ ગોમાર અને મીતભાઈ રાઠોડ તથા મંજીરામાં મહાવીર ગોમાર અને અર્ચન ગોહેલ સાથ પુરાવે છે. ગરબી મંડળના મીતભાઈ રાઠોડ, સંજયભાઈ વાઘેલા, સાગરભાઈ સોલંકી સહિતના ધર્મપ્રેમીઓ આયોજનને સફળ બનાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:28 pm IST)