Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ત્રિકોણબાગ કા રાજાઃ આજે હાસ્ય દરબારઃ કાલે વ્યસનમુકિત ચિત્ર પ્રદર્શનઃ લોક ડાયરો

 રાજકોટઃ ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવનો ગઇકાલે ત્રિકોણબાગ ચોક ખાતે પ્રારંભ થયો છે. આ જ  સ્થળે ૨૦માં વર્ષે યોજાઇ રહેલ  પ્રથમ દિવસે ત્રિકોણબાગ કા રાજાના પંડાલમાં યોજાયેલ નૃત્ય મહાઆરતીમાં ઘંટેશ્વર પરીવારના ઘોઘુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, ખોડીયાર ફાઇનાન્સવાળા શૈલેન્દ્રસિંહ ગોહેલ, મિતરાજસિંહ ગોહેલ, રાજકોટ ચેરીટી કમિશ્નર કચેરીના નયનભાઇ ચાવડા, વોકહાર્ટ હોસ્પિટલના ડો. કમાણી ઉપસ્થિત રહયા હતા.

આજે મંગળવારે રાત્રે ૮:૩૦ વાગ્યે હાસ્ય દરબારમાં સુખદેવ ડાંગર, ચંદ્રેશ ગઢવી, સંજય સાગઠીયા, હરપાલ બારડ શ્રોતાઓને મોજ કરાવશે.આવતીકાલે બુધવારે સાંજે ૫ વાગ્યે વ્યસનમુકિત અભિયાન અંતર્ગત પ્રવચન અને ચિત્ર પ્રદર્શન અને રાત્રે ૮:૩૦ વાગ્યાથી મુંબઇના હિના હિરાણી પ્રસ્તુત લોક ડાયરો યોજાશે.

આ આયોજનમાં જીમ્મી અડવાણી, જયપાલસિંહ જાડેજા, ચંદુભાઇ પાટડીયા, નિલેશ ચૌહાણ, સંજય ટાંક, આનંદ પાલા, ભરત રેલવાણી, વિશાલ નેતુજી, કુમારપાલ ભટ્ટી,  નાગજી બાંભવા, દિલીપ પાંધી, બિપીન મકવાણા, અમિત ભુવા, સન્ની કોટેચા, કમલેશ સતંુરલાણી,  પ્રભાત બાલાસરા, કશ્યપ પંડયા, પરાગ ગોહેલ, વંદન ટાંક, વિમલ નૈયા, પ્રકાશભાઇ ઝીંઝુવાડીયા, વિશાલ કવા, જયુ યાદવ સહિતના જહેમત ઉઠાવી રહયા છે.

(3:57 pm IST)