Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

સમસ્ત લેઉવા પટેલ સમાજ બેડીપરાની વાર્ષિક સાધારણ સભા : વિઠ્ઠલભાઇ રાદડીયાને શ્રધ્ધાંજલી

રાજકોટ : ઉપલા કાંઠામાં આવેલ સમસ્ત લેઉવા પટેલ સમાજ- પટેલવાડીની વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં સંસ્થાના ટ્રસ્ટી અને સામાજીક કાર્યકર માજી ધારાસભ્ય ટપુભાઇ લીંબાસીયાની અધ્યક્ષતામાં મળી હતી. પ્રારંભમાં પૂર્વ મંત્રી સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાને યાદ કરી બે મીનીટ મૌન પાડી શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ હતી. સભાની શરૂઆત પૂર્વે સરદાર વલ્લભભાઇ પટેલને ફુલહાર કરી ભાવવંદના કરવામાં આવેલ. બાદમાં વાર્ષિક હીસાબો માનદમંત્રી ખીમજીભાઇ લુણાગરીયાએ રજુ કર્યા બાદ સ્વાગત પ્રવચન સંસ્થાના પ્રમુખ ધરમશીભાઇ નાણાણીએ કરેલ. અંતમાં રાષ્ટ્રગીતનું ગાન કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાયો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ધરમશીભાઇ નાથાણી, માનદમંત્રી ખીમજીભાઇ લુણાગરીયા, ખજાનચી શિવલાલભાઇ લીંબાસીયા, ઉપપ્રમુખ પરસોતમભાઇ વેકરીયા, ટ્રસ્ટીઓ અશ્વિનભાઇ મોલીયા (ડે. મેયર), દીલીપભાઇ લુણાગરીયા, સવજીભાઇ અકબરી, કાનજીભાઇ ગજેરા, અલ્પેશભાઇ લુણાગરીયા, માધવજીભાઇ કેરાળીયા, રમેશભાઇ અકબરી, ઘેલાભાઇ શીંગાળા, ભરતભાઇ ગજેરા, હંસરાજભાઇ પીપળીયા, મનસુખભાઇ વેકરીયા, અરવિંદભાઇ હાપલીયા, વિનુભાઇ તરાવિયા, ગોવિંદભાઇ લિંબાસીયા, રમેશભાઇ ગોંડલીયા, બાબુભાઇ પાનસુરીયા, સુખલાલભાઇ કોટડીયા, પ્રવિણભાઇ લિંબાસીયા, વિનોદભાઇ કોઠીયા, હીરાલાલ પીપળીયા, સુરેશભાઇ અકબરી, નિલાંગભાઇ ઢોલરીયા, મોહીતભાઇ સાવલીયા, દેવજીભાઇ ટોપીયા, અમૃતભાઇ રૈયાણી, કરમણભાઇ શંખારવા વગેરેએ જહેમત ઉઠાવી હતી. પ્રસ્તુત સાધારણ સભામાં મોહનભાઇ સોજીત્રા, કનુભાઇ ઉમરેટીયા, બાબુભાઇ રાખોલીયા, જાદવ પાંચાભાઇ, કરમશીભાઇ સોરઠીયા, મેઘજીભાઇ લીંબાસીયા, ભરતભાઇ રત્નાભાઇ, મનોજભાઇ કથીરીયા, વલ્લભભાઇ બી. લુણાગરીયા, અરજણભાઇ લુણાગરીયા, દિનેશચંદ્ર બુસા, મુળજી મેપાભાઇ, પરેશભાઇ પરસાણા, શાંતિલાલ લુણાગરીયા, ડાયાભાઇ પાનસુરીયા, લક્ષ્મણભાઇ પરસાણા, રમેશભાઇ ટાંક, ચકુભાઇ હાપલીયા, મુળજીભાઇ ગેરીયા, ભરતભાઇ ગેરીયા, ભુદરભાઇ રાખોલીયા, ધીરજભાઇ વેકરીયા, જમનભાઇ ઠુંમર, અનીલભાઇ ડોબરીયા, રણછોડભાઇ ખૂંટ, કનુભાઇ વેકરીયા, મોહનભાઇ સોજીત્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:57 pm IST)