Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

કોંગો ફીવરનાં વાયરાઓ છતાં ઢોર ડબ્બામાં વેટર નહી ડોકટરની અછતઃ કોંગ્રેસ

જન આરોગ્ય પર ખતરારૂપ તંત્રની બેદરકારી છાઃરણજીત મુંધવા -ઇન્દુભા રાઓલ

રાજકોટ,તા.૩:સૌરાષ્ટ્રમાં ઢોરની ઇતરડીની ફેલાતાંમાં કોંગો ફીવરનો વાયરો છે ત્યારે મ્યુ.કોર્પોરેશનના ઢોર ડબ્બા માટે બેદરકારી (ઢોરના ડોકટર) ડોકટરની અછત હોવાના આક્ષેપ કોંગ્રેસ  ફરિયાદ શહેર પ્રમુખ શ્રી અગ્રણી રણજીત મુંધવા તથા ઇન્દુભા રાઓલે કર્યો છે.

આ અંગે બન્ને-કોંગી આગેવાનો એમ નિવેદનમાં જણાવ્યું છે કે હાલ જ્યારે ચોમાસાની ઋતુ  પૂર્ણ થવાાને આરે છે. ત્યારે શહેરમાં રોગ ચાળો માથુ ઉચકી રહ્યો છે.અમલદારો આરામમાં પાણીજન્ય મચ્છરજન્ય હોય કે પ્રાણીમાંથી 'ગાય-કુતરા'ભંયકર રોગ 'કોંગો'જેવા ચેકીંગ કરવાને બદલે આરોગ્ય વિભાગ માત્ર શહેરમાં ફ્રુટની લારી,ગોડાઉન પર રેડ કરી સંતોષ માને છે.કોંગો ફીવર ગાય -ભેંસ-કુતરામાં બતાતો હોય છે. મુખ્યમંત્રીના શહેરમાં ફોગીગ કે દવા છંટકાવાની માત્ર વાતો થાય છે. હાલમા ઢોર ડબ્બામાં ૧૦૦૦થી પણ વધારે ગાયો છે.પરંતુ ચેકીંગ માટે એક વેટરની ડોકટર છે. આથી શહેરમાં ૧૭થી પણ વધારે શંકાસ્પદ કેસ છે. તુરંત કમીશ્નર શ્રી એ ઢોર ડબ્બામાં જઇ ગાયના લોહી સેમ્પલ લઇ માંદગીની સારવાર કરાવી જોઇ નહીતર  જો એક પણ ઢોર રોગ આવ્યો તો માણસમાં આવતા રોકી નહી શકાય હાલમાં ઢોર ડબ્બામાં એકજ વેટરની ડોકટર છે જો તાત્કાલીક અસરથી પગલા નહી લેવાય તો ઢોર ડબ્બામાંથી ગાયમુકત કરી શહેરને રોગ મુકત કરશુ.તેવી ચિમકી કોંગી આગેવાને ઉચ્ચારી છે.

(3:47 pm IST)