Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

રૂ.૫૦ની લાંચ લેતા પકડાયેલ આર. ટી. ઓ. કલાર્કનો નિર્દોષ છૂટકારો ફરમાવતી અદાલત

લાંચ લેવાના કેસમાં આર.ટી.ઓ.રાજકોટના કલાર્કની સામેનો કેસ ચાલી જતાં કોર્ટે નિર્દોષ છુટકારો ફરમાવેલ હતો.

આ કેસની વિગત એવી છે કે તા.૪-૫-૨૦ના રાજકોટ એસીબી પો.સ્ટે.માં કિશોરકુમાર ગણેશસીંગ રઘુવંશી વકીલશ્રીએ એવા મતલબની ફરીયાદ આપેલ કે તેઓ યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યુ. કંપનીમાં ઇન્વેસ્ટીગેટર હોય રવજીભાઇ પાંચાભાઇ ચાવડા તથા અતુલભાઇ જયસુખલાલ પુજારાના રાજકોટ આર.ટી.ઓ.માંથી ઇશ્યુ થયેલ લાયસન્સ અંગેનું પ્રમાણપત્રો મેળવવાના હોય જે અંગે તા.૦૨-૫-૦૨ના રોજ નિયત ફોર્મમાં અરજી કરીને જરૂરી ફી એક પ્રમાણપત્રની રૂ.૨૫એ રીતે બે પ્રમાણપત્રોની ફી રૂ.૫૦ ભરી લાયસન્સ બ્રાંચના હેડ કલાર્ક અમૃત છગનલાલ ચૌહાણને મળેલોઙ્ગતેમણે કહેલ કે જો તમારે પ્રમાણપત્રો જોયતા હોય તો વહેવારમાં સમજવુ પડશે, રકઝકનાં અંતે રૂ.૫૦ની લાંચ આપવાનું નક્કી થયેલ હોય રૂ.૫૦ની લાંચ લેતા આરોપી પકડાઇ ગયેલ હતા.

આ કેસની સુનવણી એડી.સેશન્સ જજ શ્રી સાહેબની કોર્ટમાં નીકળતાં પ્રોસી.એ. કુલ-૪ સાહેદો તપાસેલા તેમજ ૨૫ થી વધુ દસ્તાવેજો રજુ કરેલા. મહત્વનાં સાહેદ પંચ અનિરૂધ્ધસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા તમામ સાહેદોએ પ્રોસી.ના કેસને સમર્થન આપેલ.

કોર્ટે પંચનો પુરાવો અતિ શંકાસ્પદ ટ્રેપની જગ્યા ટ્રેપીગ ઓફીસર કેબીનમાં ટ્રેપ કરી તેવુ જણાવે છે જયારે પંચ ખુલ્લી જગ્યામાં કબાટો વચ્ચે ટ્રેપ થયેલાનું જણાવે છે પંચનુ કથન કે,રૂ.૫૦ લાવ્યા છો, આ શબ્દો કાયદા મુજબ ડીમાન્ડ સાબિત કરવા માટે પુરતા નથી તેમજ પંચ કયાંય કહેતા નથી કે ટ્રેપીંગ ઓફીસર ઇશારો કર્યા બાદ સ્થળ પર આવતા મેં તેમને આરોપી અને ફરીયાદી વચ્ચેનો થયેલો વાર્તાલાપ કહ્યો આવી કોઇ નોંધ પણ પંચનામામાં કરવામાં આવેલ નથી.

ઉપરોકત તમામ દલીલો આરોપીના ધારાશાસ્ત્રી દિપક બી.ત્રિવેદીની કોર્ટે માન્ય રાખી આરોપીને કેસમાંથી નિર્દોષ છોડી મુકવા હુકમ ફરમાવેલ છે.

આરોપી તરફે રાજકોટના ધારાશાસ્ત્રીઓ દિપક બી.ત્રિવેદી તથા નરેન્દ્રસિંહ એમ.જાડેજા રોકાયેલ હતા.

(3:42 pm IST)