Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

જસદણના શીવરાજપુરના એટ્રોસીટીકેસમાં પકડાયેલ આરોપીઓના જામીનમંજુર

રાજકોટ તા.૩: આ ચકચારી કેસની હકીકત ટુંકમાં એવી છે.રાજકોટના જસદણ તાલુકાના શીવરાજપુર ગામમાં આવે આંબેડકર નગરના રોડના નાકા સામે રોડની ડાબી બાજુ ડો.બાબા સાહેબ અને બુધ્ધ ભગવાનના ફોટા વાળુ લોખંડનું બોર્ડ વાળી દઇ નુકશાન કરવા અંગે અને ઓટો બનાવવા ગાળેલ પાયાને પાવડા વડે બુરી દેવા અને ધાર્મીક માન્યતાનુ અપમાન કરી અને ધાર્મીક લાગણીઓને આઘાત પહોંચાડવા બાબતેના કહેવાતા કૃત્ય અંગેની ફરીયાદ જસદણ પોલીસમાં સુરેશભાઇ બાવાભાઇ રાઠોડનાએ તેનાજ ગામના લાખાભાઇ મનજીભાઇ મકવાણા, દેવજીભાઇ લાખાભાઇ મકવાણા, ગોરધન લાખાભાઇ મકવાણા સામે નોંધાવેલ જે ફરીયાદના કામે ત્રણેય આરોપીઓ જામીન ઉપર છુટેલા હતા.

ત્યારબાદ હાલના કામના ફરીયાદી મોહનભાઇ પુનાભાઇનાએ આ કામના આરોપીઓ (૧)રામજીભાઇ લાખાભાઇ મકવાણા (૨)ગોરધનભાઇ લાખાભાઇ મકવાણા (૩)લાખાભાઇ મનજીભાઇ મકવાણા, તથા બે અજાણ્યા ઇસમો સહીત પાંચેય આરોપીઓએ સામે કહેવાતા બનાવ અંગેની ફરીયાદ નોંધાવેલ.

ત્યારબાદ પાંચેય આરોપીઓએ તેમના એડવોકેટ શ્રી વીનુભાઇ વાઢેર મારફત નામ.સ્પે.જજ (એટ્રો.) સમક્ષ જામીન અરજી રજુ કરતા અને આરોપી તરફેની રજુઆતોને ધ્યાને લઇ આરોપીઓને નામ.સ્પે.જજ (એટ્રો.) સાહેબે જામીન ઉપર મુકત કરવા હુક ફરમાવેલ છે. આ કામમાં આરોપીઓ વતી વીનુભાઇ વાઢેર, શૈલેષભાઇ પંડીત,શૈલેષ મોરી, વીજય ભલસોડ, રીતીન મેંદપરા, જસ્મીનભાઇ ઠાકર વકીલ તરીકે રોકાયેલ હતા.

(3:42 pm IST)