Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

મોચીબજાર કોર્ટ બિલ્ડીંગ પાસે મુદ્દતમાં આવેલા મનીષ ભોણીયા પર હુમલો

અગાઉ થયેલી માથાકુટનો ખાર રાખી રાવળદેવ શખ્સોએ માર માર્યાનો આક્ષેપ

રાજકોટ, તા. ૩ :. મોચીબજાર કોર્ટ બીલ્ડીંગ પાસે મુદતમાં આવેલા દેવીપૂજક યુવાન પર ચારથી પાંચ રાવળદેવ શખ્સોએ હુમલો કરતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.

મળતી વિગત મુજબ રૈયાધાર ઈન્દીરાનગરમાં રહેતો અને ડ્રાઈવીંગ કરતો મનીષ બીજલભાઈ ભોણીયા (ઉ.વ. ૪૦)ને દેશી દારૂના કેસમાં મુદત હોય, તેથી તે મોચીબજાર નવા બિલ્ડીંગમાં આવેલી કોર્ટમાં ગયો હતો. કોર્ટની બહાર નિકળતા રૈયાધારના યશ, રોહીત ઉર્ફે પિયુષ લાલજી સહિત પાંચ જેટલા શખ્સોએ અગાઉ થયેલી માથાકુટનો ખાર રાખી મનીષને ઢીકાપાટુનો માર માર્યો હતો જ્યારે યશ, રોહીત અને લાલજીએ પણ મનીષ તથા તેનો ભાઈ સહિતના શખ્સોએ માર માર્યાનો આક્ષેપ કર્યો છે. ડખ્ખો થતા મનીષે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા એ-ડિવીઝન પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

(3:42 pm IST)