Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

૨૦મીએ બહેનો માટે બિઝનેસ મીટ ''શી બોસ''

જેસીઆઇ રાજકોટ સીલ્વર દ્વારા માત્ર બહેનો માટે કાર્યક્રમઃ બિઝનેસ અને જોબ કરતી મહિલાઓ ભાગ લઇ શકશેઃ ધરતી રાઠોડ માર્ગદર્શન આપશે

રાજકોટઃ  તા.૩, જેસીઆઈ રાજકોટ સિલ્વર જે 'જુનીયર ચેમ્બર ઇન્ટરનેશનલ' નામક વિશ્વવ્યાપી સંગઠનના સ્થાનિક એકમ તરીકે છેલ્લા ૩૫ વર્ષથી કાર્યરત છે. અને યુવાનોના વ્યકિત વિકાસ, નેતૃત્વ કૌશલ્ય માં વૃદ્ઘિ, પબ્લિક સ્પીકિંગ, ઉદ્યોગ સાહસિકતા કેળવણી જેવી જીવન ઉપયોગી તાલીમ પૂરી પાડવામાં અગ્રેસર છે.

 સંસ્થા દ્વારા સમાજ ઉપયોગી કાર્યક્રમો આયોજીત કરવાના હેતુ ની અને નારી સશકિતકરણ ધ્યાને લઈને પૂર્તિ સબબ વર્કિંગ વુમન માટે એક નવતર પ્રયાસ કરવા જઈ રહ્યા છે. જેમાં અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતી મહિલા ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિક મહિલાઓ માટે એક બીઝનેસ મીટ ''શી બોસ'' નો કાર્યક્રમ આગામી તા.૨૦ ના શુક્રવાર ના રોજ આયોજન કરેલ છે. કાર્યક્રમ ની રૂપરેખા અંતર્ગત દરેક સહભાગીને નિર્ધારિત સમયમાં પોતાના વ્યવસાય નું સંક્ષિપ્તમાં રજુઆત કરવાની રહેશે.

આ સાથે વર્કિંગ વુમન તરીકે ના અમુક સવાલો કે સમસ્યાનું આંતરરાષ્ટ્રીય સંસ્થા નિષ્ણાંત પેનલની સહાયતા દ્વારા   ધરતી રાઠોડ કે જેઓ ખ્યાતનામ કંપનીમાં ઉચ્ચ હોદ્દેદાર ની સાથે સાથે નેશનલ ટ્રેનર છે અને તેઓ ગુજરાત માં અને અન્ય રાજયો માં સોફ્ટ સ્કિલ્સ અને ઇન્ટરપર્સનલ સ્કિલ્સના વિષયો પર તાલીમ પૂરી પાડે છે. આ કાર્યક્રમ માં મિટિંગ નો સમય સાંજે ૭ કલાક થી ૯ કલાક સુધી રહેશે.

રાજકોટ શહેરમાંથી કોઇપણ બહેનો ભાગ લઇ શકશે. જેની ફી રૂ.૪૦૦ રાખેલ છે.

 કાર્યક્રમ ની વધુ માહિતી માટે સંસ્થાના પ્રમુખ  નુરૂદીન સાદીકોટ (મો. ૯૫૫૮૦ ૯૧૦૫૨), ઉપ પ્રમુખ  મેઘા ચાવડા (મો. ૭૪૦૫૧ ૮૮૯૩૯) અથવા મહિલા પાંખના પ્રમુખ મરીયમ સાદીકોટ (મો. ૯૪૨૮૬ ૨૫૯૨૧) સંપર્ક કરવો. આ તકે જેસીઆઇ રાજકોટ સિલ્વરના સભ્યો સાથે રાકેશ વલેરા પણ ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:41 pm IST)