Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

શિવજીનો લાલ આયો, ઉમિયાનો લાલ આયો, આયો રે આયો બાપા ગજાનંદ આયો

ગણેશ મહોત્સવનો બીજો દિવસ : લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં ગણેશ મિત્ર મંડળ દ્વારા ગણેશ ભકિત : કોઠારીયા નાકા ચોકમાં આજે સાંજે ઓમકાર આરતી

રાજકોટ તા. ૩ : ગઇકાલે ગણેશ સ્થાપન સાથે મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થઇ ચુકયો છે. આજે બીજા દિવસે ઠેરઠેર આરતી પૂજન અને ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો થયા છે. ભાવથી ગણેશજીને ભજવામાં રાજકોટ રત બન્યુ છે.

શહેરભરમાં ગણેશ મહોત્સવ અંતર્ગત આયોજીત વિવિધ કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તૃત છે.

લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ

ગણેશ મિત્ર મંડળ લાલ બહાદુર શાસ્ત્રી ટાઉનશીપ, રેલનગર દ્વારા ગણેશ સ્થાપન કરાયુ છે. દરરોજ મહાઆરતી, દાંડીયા રાસ, ૧૦૮ દીપમાલા, રંગપૂર્ણી હરીફાઇ સહીતના કાર્યક્રમો આયોજીત કરાયા છે. આરતીનો સમય સવારે ૭.૩૦ અને રાત્રે ૮.૩૦ નો છે. ધર્મપ્રેમીજનોએ લાભ લેવા અનુરોધ કરાયો છે. સમગ્ર કાર્યક્રમ માટે જીતેન્દ્રભાઇ રાવલ, પ્રવિણભાઇ ગોગીયા, અરવિંદભાઇ ગોગીયા, જીજ્ઞેશભાઇ પરમાર, મહેશભાઇ પરમાર, મયુર ધામેચા, વિનોદ ચૌહાણ, લલિતભાઇ, રમેશભાઇ માને, ભાવેશભાઇ રાજા, મુકેશભાઇ મકવાણા, તેજશ પરમાર, અરવિંદભાઇ આરોવાળા, નવીનભાઇ પાટડીયા, મયુર અડાલજા, પ્રવિણ પરમાર, મહેશભાઇ ઢોકળાવાળા, હર્ષાબેન સોલંકી વગેરે જહેમત ઉઠાવી રહ્યાનું પ્રવિણભાઇ ગોગીયાની યાદીમાં જણાવાયુ છે.

કોઠારીયા કોલોની કા મહારાજા

વિનાયક ગ્રુપ દ્વારા છેલ્લા રર વર્ષથી કોઠારીયા કોલોનીમાં ગણેશ મહોત્સવનું આયોજન થઇ રહ્યુ છે. તેના ભાગરૂપે આ વર્ષે પણ 'કોઠારીયા કોલોની કા મહારાજા' નું સ્થાપન કરાયુ છે. જેમાં આજે સાંજે ૭.૩૦ વાગ્યે ઓમકાર મહાઆરતી થશે. કાલે મંગળવારે રાત્રે સંકટનાશક સ્તોત્રના પાઠ થશે. દરરોજ સાંજે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. ધર્મપ્રેમીજનોએ આરતી દર્શનનો લાભ લેવા વિનાયક ગ્રુપના કિરણબેન વડગામા, જીતુભાઇ ડાભી, રાજુભાઇ વડગામા, સત્યદીપસિંહ જાડેજા, નિર્મલસિંહ જાડેજા, દિપકભાઇ પરમાર, નીમૈષ પરમાર, પલ્લાભાઇ પરમાર, દાઉદભાઇ, પારસભાઇ, રાજદીપસિંહ જાડેજા, બાબુભાઇ તેમજ ઉર્જા ઉત્કર્ષ મહિલા મંડળ સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે.

(3:40 pm IST)