Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ઇન્ટરનેશનલ સ્કુલમાં ગણેશ મહોત્સવ

રાજકોટ : રાજકોટ ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા ગણેશ ચતુર્થીના ઉજવણીના ભાગ રૂપે ગણપતિને મનભાવતા મોદકથી વિધ્નહર્તા ગણેશજીની મૂર્તિની આસ્થાપૂર્વક સ્થાપના અને પૂજા-અર્ચના કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓએ આસ્થાપૂર્વક ભાગ લીધો હતો.  ગણેશ ચતુર્થીની ઉજવણીમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જયભાઇ મહેતા અને પ્રિન્સીપાલ દિવ્યાબેન ભટ્ટના માર્ગદર્શનમાં શાળાના તમામ શિક્ષકો અને કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. મંગલમય બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

(3:38 pm IST)