Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ગણપતી મંગલ મહોત્સવમાં આરતી સુશોભન સ્પર્ધા

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા શહેરના રેસકોર્ષ ઓપન એર થીયેટર, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર), સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેના દરરોજ હાથ ધરાતા વિવિધ સેવાકીય અને સાંસ્કૃતીક કાર્યક્રમો  ના ભાગરૂપે ઓપન રાજકોટ આરતી સુશોભન સ્પર્ધાનુ આયોજન શહેર ભાજપ પ્રમુખ તેમજ શ્રી ગણપતી મંગલ મહોત્સવના ઈન્ચાર્જ કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી તેમજ સાંસ્કૃતીક સમિતિના ઈન્ચાર્જ કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. આ સ્પર્ધામાં બહેનોએ અવનવી રીતે આરતીની સજાવટ કરી પ્રેક્ષકો સમક્ષ મુકી હતી. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે દક્ષાબેન સોલંકી, દ્વીતીય કરૂણાબેન હરસોડા વિજેતા જાહેર થયા હતા. તેમજ વિરાણી બહેરા - મુંગા શાળાના બહેનો આરતી સુશોભનમાં પ્રથમ ક્રમે સૈયદ સુમૈયાબેન રફીકશા તેમજ બરવાડીયા  તુલશીબેન અતુલભાઇ વિજેતા જાહેર થયા હતા. નિર્ણાયક તરીકે ચાંદનીબેન વેકરીયા તથા ચારૂબેન મિરાણીએ સેવા આપી હતી.આ તકે અંજલી બેન રૂપાણી, બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા, ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, કમલેશ મિરાણી, અરવીંદ રૈયાણી સહિતના સાથે ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:38 pm IST)