Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ઉઝબેકિસ્તાનની બે યુવતીની પાસપોર્ટ પરત મેળવવાની અરજીને કોર્ટે ફગાવી દીધી

વર્ક પરમીટ વગર રાજકોટમાં કામકાજ કરતા પકડાયેલ

રાજકોટ, તા., ૩ : ટુરીસ્ટ વિઝા ઉપર આવેલ ઉઝબેકીસ્તાનની બે વિદેશી યુવતીઓને કામકાજ કરવાની પરમીટ ન હોવા છતાં કાયદાનું ઉલ્લંઘન કરીને ઘ ફોરેર્ન્સ (એમેડમેન્ટ)ની કલમ ર૦૦૪ની કલમ ૧૪ (બી) (સી) મુજબ પકડાયેલ નિગોરા માનસુરોવા અને પરવીના ઉલાયદુ લાઇવાએ પોતાનો પાસપોર્ટ પરત મેળવવા કરેલ અરજીને અદાલતે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છેકે ટુરીસ્ટ વિઝા ઉપર આવેલ બંન્ને યુવતીઓને કામકાજ કરવાની પરમીટ ન હોવા છતા રાજકોટમાં સ્પા પાર્લરમાં કામકાજ કરતી હોવાની બાતમીના આધાર.ે પોલીસે અહીના કાલાવડ રોડ ઉપર  આવેલ રાણીટાવર પાછળ એક મકાનમાંથી પકડી પાડીને ગુનો દાખલ કર્યો હતો.

 પોલીસે તપાસ દરમ્યાન બંને વિદેશી યુવતીઓનો પાસપોર્ટ કબ્જે કરેલ હોય બંને યુવતીએ પાસપોર્ટ પરત મેળવવા કોર્ટમાં અરજી કરી હતી.

આ અરજીના વિરોધમાં સરકારી વકીલ સમીરભાઇ ખીરાએ રજુઆત કરેલ કે બંને યુવતીઓ વિદેશી છે તેઓની સામે તપાસ ચાલી રહી છે તેથી તેઓને જો પાસપોર્ટ પરત આપવામાં આવશે તો વિદેશ ગયા પછી કેસ કાર્યવાહી દરમ્યાન ભારતમાં પાછી આવે નહી તો કેસ કાર્યવાહીમાં ગંભીર અસર ઉભી થાય તેમ હોય અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને અદાલતે બંન્ને વિદેશી યુવતીઓની પાસપોર્ટ પરત મેળવવાની અરજીને રદ કરી હતી.

આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. શ્રી સમીર એમ.ખીરા રોકાયા હતા.

(3:38 pm IST)