Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

મારૂતિ રીપેરીંગ કારની પોલીસી સંદર્ભે ગ્રાહકને વ્યાજ સહિત વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા ૩  : ગ્રાહકને મારૂતિ રીટઝ મોટર કાર રીપેરીંગ ખર્ચ તથા ફરીયાદ અરજી વીગેરે ખર્ચની રકમ ચુકવવા અંગેનો ગ્રાહક કોર્ટે રાજકોટના જીલ્લા  ગ્રાહક તકરાર નીવારણ ફોરમે હુકમ ફરમાવીને મહત્વનો ચુકાદો આપ્યો હતો.

અત્રેના કેસની વિગત એવી છેકે આ કામના ફરિયાદી મહેન્દ્ર ફુલચંદ કણજારાએ તેમની મારૂતી રીટઝ મોટર કાર ઉત્તરા ખંડ ખાતે રીપેરીંગની જરૂરીયાત હોય ત્યાં રીપેર કરાવેલ તે અંગે સામાવાળા ઇફકો ટોકીયો જનરલ ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડની કેશ લેશ પોલીસી ખરીદેલ હોય રીપેરીંગ ખર્ચની સામાવાળા પાસેથી માંગણી કરતા સામાવાળાએ તે ચુકવવા ઇનકાર કરતાં ફરીયાદી મહેન્દ્ર ફુલચંદ કણજારાએ રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નીવારણ ફોરમ (મુખ્ય) માં તે અંગેની ફરીયાદ અરજી દાખલ કરેલ.

આ ફરીયાદ અરજી  ગ્રાહક કોર્ટ સમક્ષ ચાલી જતાં બંન્ને પક્ષકારો તરફે રજુ થયેલ દસ્તાવેજી પુરાવાઓ, કેસ પેપર્સ તથા લંબાણપૂર્વકની લેખીત અને મોૈખીક દલીલો સાંભળી રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નીવારણ ફોરમ (મુખ્ય) ના પ્રમુખ જજ સાહેબ શ્રી એમ. પી. શેઠે  તથા ફોરમના સભ્ય જાગૃતીબેન આઇ. રાવલે સામાવાળાએ ફરીયાદ અરજી દાખલ કર્યા તારીખથી વાર્ષીક ૬% વ્યાજ સહીત રૂા ૨૩,૭૮૦/- તથા માનસિક આઘાત અને પીડાના વળતર તરીકે રૂ ૨૦૦૦/- તથા ફરીયાદ ખર્ચના રૂા ૧૦૦૦/- ફરીયાદીને ચુકવવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામે ફરીયાદી મહેન્દ્ર ફુલચંદ કણજારા તરફે ધારાશાસ્ત્રી શ્રી અજયભાઇ એન. ત્રિવેદી રોકાયેલ હતા.

(3:37 pm IST)