Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ભારે વરસાદ બાદ રસ્તાઓ પર ખાડા-ખબડાનુ સામ્રાજય?

રાજકોટઃ શહેરમાં રવિવાર રાત્રીનાં  ૧ર વાગ્યાથી  વિજળીનાં -કડાકા - ભડાકા સાથે આખી રાત આભ વરસતા ૮ ઇંંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.ભારે વરસાદનાં કારણે કાલાવડ રોડ, ફુલછાબ ચોક, મોટી ટાંકી ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ, ઇંદીરા સર્કલ સહિતનાંમુખ્ય રાજમાર્ગો પર ખાડા-ખબડાઓનું સામ્રાજય જોવા મળી રહ્યુ છે.મુખ્ય રાજમાર્ગો પરથી દરરોજ હજારો વાહન ચાલકો પસાર થઇ રહ્યા છે. ત્યારે  વાહનચાલકો આવા મસ મોટા ખાડાથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે.(તસ્વીરઃઅશોક બગથરીયા)

(3:36 pm IST)